જીવ જોખમમાં મૂકીને રિપોટીંગ કરનારા વડોદરાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પત્રકારો-ફોટોગ્રાફર્સને કોવિડ વેક્સીન અપાઈ

www.mrreporter.in
Spread the love

વડોદરા, મી.રિપોર્ટર, 30મી માર્ચ.

વડોદરામાં કોઈપણ સિઝન હોય, કોઈપણ વિપરીત સ્થિતિ હોય કે કોરોના વિસ્ફોટ હોય તેવા સમયમાં પોતાનો જીવ અને પરિવારની ચિંતા કાર્ય વગર જ લોકોની વેદના પરેશાની ને જનતા સમક્ષ મુકનારા વડોદરાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પત્રકારો-ફોટોગ્રાફર્સને કોવિડ વેક્સીન આપવા માટે આજે રાવપુરા સ્થિત સંસ્થા વસાહતમાં સરદાર પટેલ વાડીમાં યોજવામાં આવ્યું હતું. જેમાં 80 થી વધુ પત્રકાર અને તેમના પરિવારના સભ્યોને કોરોનાની  વેક્સીન આપવામાં આવી હતી. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પત્રકારો-ફોટોગ્રાફર્સને કોવિડ વેક્સીન  આપવા માટે વડોદરા મહાનગર સેવાદાન તથા મોર્નિંગ ચેરીટેબલ સી ગ્રુપ,અટલ સેવા સંઘ, આરોગ્ય ભરતી,વિશ્વ કલ્યાણ મિશન,એચ એ એમ આઈ અને વિપો જેવી સામાજિક સંસ્થાઓના સહયોગથી એક આયોજન કરવામાં આવ્યું હતું.  શહેરના રાવપુરા સ્થિત સંસ્થા વસાહતમાં સરદાર પટેલ વાડીમાં  દેશની ચોથી જાગીર સમાન વડોદરાના પત્રકારો અને ફોટોગ્રાફર,  પ્રેસના ડેસ્ક ના સ્ટાફ તેમજ તેમના પરિવારના સભ્યોને કોવિડ19 ની વેક્સીન આપવામાં આવી હતી.  

This slideshow requires JavaScript.

વોરીઅર્સને વેકસીનનું અભિયાન ભાજપના અગ્રણી નેતા અને સામાજિક સંસ્થા ચલાવતા  જીજ્ઞેશ પરીખ ઉર્ફે કાલી અને સચિન શાહ ઉર્ફે ગોપી દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો. તેમના વિશેષ સહયોગ અને આયોજન થાકી વડોદરાના 80થી વધુ પત્રકાર, ફોટોગ્રાફર, પ્રેસના ડેસ્ક સ્ટાફ, વેબ પોર્ટલના પત્રકાર , એડિટર્સ  અને ઇલેક્ટ્રોનિક ચેનલના સ્ટાફે કોવીડ 19 વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. 

વડોદરાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પત્રકારો-ફોટોગ્રાફર્સને કોવિડ વેક્સીન  આપવાના અભિયાન  સમયે ડે મેયર નંદા જોશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલ,ભાજપના નેતા અલ્પેશ લીંબચીયા, દંડક ચિરાગ બારોટ, મ્યુનિ કમિશનર સ્વરૂપ પી અને આરોગ્ય વિભાગના આરોગ્ય અમલદાર ડૉ. દેવેશ પટેલ પણ હાજર રહ્યા હતા.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.