વડોદરા કોંગ્રેસનો યુવાનોને આકર્ષવા માસ્ટર પ્લાન : ડેટ ટેસ્ટીનશન વીથ કોફી શોપ બનાવવાનું વચન

www.mrreporter.in
Spread the love

કોંગ્રેસનો મેનિફેસ્ટો:વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી વિજય બાદ રસ્તાઓ-નોકરીઓ આપવાનું વચન 

રાજનીતિ- વડોદરા, મી.રિપોર્ટર, ૧૬મી ફેબ્રુઆરી. 

વડોદરા શહેરમાં આગામી 21 ફેબ્રુઆરીએ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓને કેન્દ્રમાં રાખીને મતદારોને રીઝવવા માટે  વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે  ચૂંટણી લક્ષી શપથપત્ર જાહેર કર્યું હતું. જેના માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે ચૂંટણી લક્ષી શપથપત્ર ની જાહેરાત કરતા વચનોની ભરમાર કરી દીધી હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

તેમને પત્રકાર પરિષદમાં ચૂંટણી લક્ષી શપથપત્ર અંગે જણાવ્યું હતું કે, શહેરીજનોને સરકારી સુવિધા માટે ગુજરાઈટ કાર્ડ આપવા, વરસાદી પાણીના નિકાલ સંબંધે નિષ્ણાતોની મદદ મેળવી સર્વિસ કોરિડોર બનાવવા, સત્તામાં આવ્યા બાદ એક સપ્તાહમાં તૂટેલા રસ્તાઓનું પુનઃ નિર્માણ, મિલકતવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો, કોરોના કાળમાં આર્થિક નુકસાન ભોગવનાર ધંધાદારીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત, સત્તામાં આવ્યા બાદ 24 કલાકમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરાશે, કોન્ટ્રાકટ- આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરાશે, વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ, ગ્રીન બેલ્ટનો વિસ્તાર, મહિલાઓ સહિત વિધાર્થીઓ, સિનિયર સિટીઝન્સને સિટી બસમાં 50 ટકા કન્સેશન, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરવાનું વચનપત્ર જાહેર કર્યું હતું. યુવાનોને કેન્દ્રમાં રાખીને  વડોદરા કોંગ્રેસે શહેરમાં યુવાનો, કપલ ને કોર્પોરેટ માટે ડેટ ટેસ્ટીનશન વીથ કોફી શોપ બનાવવાનું વચન આપીને વોટ બેંક ઉભી કરવાની રણનીતિ બનાવી છે. 

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે  ચૂંટણી લક્ષી શપથપત્રની જાહેરાતમાં ગુજરાતના પ્રવક્તા ઋત્વિક જોષી, પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ, પૂર્વ શહેર પ્રમુખ રણજિત ચવ્હાણ સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

www.mrreporter.in

પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ મીડિયા સમક્ષ ઉપસ્થિત રહેલા ગુજરાતનાં પ્રભારી તામ્રધ્વજ સાહુએ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટેનો મેનિફેસ્ટો કરતા તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ જે વચનો આપે છે, તેનું  વાસ્તવમાં પાલન કરે છે.  કેન્દ્રીય મંત્રી  સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ગુજરાતમાંથી ચુંટણી લડવાની આપેલી ચેલેન્જ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ લોકસભાનું ઇલેકશન નથી.  મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે, જેમાં ક્યારે રાહુલ ગાંધી લડવાના નથી. જયારે લોકસભાની ચુંટણી આવશે ત્યારે જોઈશું. રાહુલ ગાંધીએ કયારે ગુજરાતીઓનું અપમાન કર્યું નથી. તેમના નિવેદન ને ખોટી રીતે રજુ કરીને ભાજપ વોટ લેવા માંગે છે. પણ ગુજરાતની જનતા હવે જાણી ગઈ છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.