વડોદરા શહેર વાડીના ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલે વિજય મુહર્તમાં શહેર-પ્રદેશ આગેવાનો તથા સેંકડો કાર્યકર્તાની હાજરીમાં ફોર્મ ભર્યું

www.mrreporter.in

રાજનીતિ- વડોદરા,મિ.રિપોર્ટર, ધીરજ ઠાકોર, 14મી નવેમ્બર. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ મેળવ્યા બાદ વડોદરા શહેર વાડીના ઉમેદવાર અને પૂર્વ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ આજે વિજય મુહર્તમાં શહેરના કાલાઘોડા પાસેના મહાદેવના મંદિરમાં પોતાની જીતની કામના કરીને  શહેર પ્રમુખ વિજય શાહ, વડોદરાના સાંસદ  શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, શહેરના મેયર કેયુર રોકડીયા, ડે .મેયર શ્રીમતી નંદા જોશી સહિતના શહેરના આગેવાનો થતા હજારો કાર્યકર્તાની હાજરીમાં રેલી કાઢીને નર્મદા ભવન ખાતે પહોંચી ને સત્તાવાર ઉમેદવાર તરીકે ફોર્મ ભરી ને પોતાની જીત નો દાવો કર્યો હતો. 

www.mrreporter.in

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

www.mrreporter.in

વડોદરા શહેરમાં 5મી ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભા ની ચૂંટણી યોજાશે. વડોદરા શહેર અને જિલ્લાની કુલ 10 બેઠકો છે. આ બેઠકો પૈકી શહેરની પાંચ બેઠકોમાં શહેર વાડી પર  શ્રીમતી મનીષાબેન વકીલ, રાવપુરા બેઠક પર બાલુ  શુક્લ અને અકોટા બેઠક પર ચૈતન્ય દેસાઈ નામની સત્તાવાર જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે. જયારે માંજલપુર અને સયાજીગંજ બેઠક માટે ઉમેદવારો જાહેર કરવાનું કોકડું ઉકેલાયું ન હોવાથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠકો ને બાદ કરતા વડોદરા શહેરની ત્રણ બેઠકો પર  જાહેર થયેલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.www.mrreporter.in

જેમાં આજે  વડોદરા શહેર વાડીના ઉમેદવાર અને પૂર્વ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે પોતાના હજારો કાર્યકર્તા ની હાજરીમાં વિજય મુહર્તમાં શહેરના કાલાઘોડા પાસેના મહાદેવના મંદિરમાં ભગવાન શિવજી સમક્ષ પોતાની જીતની કામના કરીને  શહેર પ્રમુખ વિજય શાહ, વડોદરાના સાંસદ  શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, શહેરના મેયર કેયુર રોકડીયા, ડે .મેયર શ્રીમતી નંદા જોશી, પૂર્વ મેયર અને પ્રદેશ પ્રવક્તા ભરત  ડાંગર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ તથા સ્થાનિક કાઉન્સિલરો ની હાજરીમાં નર્મદા ભવન ખાતે પહોંચી ને સત્તાવાર ઉમેદવાર તરીકે ફોર્મ ભરી ને પોતાની જીત નો દાવો કર્યો હતો. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply