ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં વડોદરા શહેર-જિલ્લાનું કુલ પરિણામ 75.98 ટકા, 22 વિદ્યાર્થીઓ એ A-1 ગ્રેડ મેળવ્યો….

Spread the love

વડોદરા-એજ્યુકેશન, મિ.રિપોર્ટર, ૯મી મે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરા શહેર-જિલ્લામાંથી પરીક્ષા આપનારા 7074  વિદ્યાર્થીઓ પૈકી 5353 વિદ્યાર્થીઓ પાસ થતાં જિલ્લાનું કુલ પરિણામ 75.98 ટકા આવ્યું છે.  જેમાં વડોદરા જિલ્લામાં A-1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 22 છે.

વડોદરા શહેર-જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની લેવાયેલી પરીક્ષામાં 7077 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 7074 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં 5353 વિદ્યાર્થીઓ પાસ થયાં હતા. પાસ થયેલા 5353 વિદ્યાર્થીઓને ગ્રેડ પ્રમાણે જોઇએ તો ૯૧ થી ૧૦૦ ગુણના એ-૧ ગ્રેડમાં કુલ 22  વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

એ જ રીતે ૮૧ થી ૯૦ માર્ક્સના એ-૨ ગ્રેડમાં 277  વિદ્યાર્થી, ૭૧ થી ૮૦ માર્ક્સના બી-૧ ગ્રેડમાં 698 વિદ્યાર્થી, ૬૧ થી ૭૦ના બી-૨ ગ્રેડમાં 1090  વિદ્યાર્થી, ૫૧ થી ૬૦ના સી-૧ ગ્રેડમાં 1498 વિદ્યાર્થી, ૪૧ થી ૫૦ના સી-૨ ગ્રેડમાં 1437 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય છે. જ્યારે ૩૩ થી ૪૦ના ડી ગ્રેડમાં 336 તથા ૨૧ થી ૩૨ માર્ક્સ અને ૨૦ થી નીચેના માર્કસમાં કુલ 1694 વિદ્યાર્થીઓ આવતાં જિલ્લાનું કુલ પરિણામ 75.98 ટકા આવ્યું છે. 

વડોદરામાં સૌથી વધુ ફતેગંજ કેન્દ્રનું 86.36 ટકા પરિણામ

 શહેરના માંડવી કેન્દ્રનું 83.44 ટકા, ઇન્દ્રપુરી કેન્દ્રનું 77.04 ટકા, સયાજીગંજ કેન્દ્રનું 72.81 ટકા, ફતેગંજ કેન્દ્રનું 86.36 ટકા અને અટલાદરા કેન્દ્રનું 78.38 પરિણામ આવ્યું છે.

મધ્ય ગુજરાતમાં ધો-12ના પરિણામની ટકાવારી

દાહોદ- 34.92 ટકા

પંચમહાલ- 52.53 ટકા

ભરૂચ- 64.64 ટકા

મહીસાગર- 45.59 ટકા

નર્મદા- 48.89 ટકા

છોટાઉદેપુર- 29.81 ટકા

ખેડા- 63.32 ટકા

આણંદ- 60.34 ટકા