પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના અસહ્ય ભાવ સામે વડોદરા શહેર કોંગ્રેસના ધરણા : પ્રમુખ ઋત્વિજ જોષીનો દૂધ ની ખાલી થેલીનો હાર પહેરી ને વિરોધ

www.mrreporter.in

રાજનીતિ, વડોદરા, મી.રિપોર્ટર ન્યુઝ. ૨જી એપ્રિલ.

દેશ અને રાજ્યમાં પેટ્રોલ, ડિઝલ અને  રાંધણ ગેસના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓ વધુ મોધી બની છે. આ  ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા ને રાહત આપવા માટે કોંગ્રેસે દેશભરમાં  ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા  “મહંગાઈ મુક્ત ભારત અભિયાન” નું આયોજન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે આજે યાજીગંજ સરદાર પટેલની પ્રતિમા પાસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ  યોજી ને ભાજપ સરકારની કથની અને કરની સામે સખ્ત વિરોધ વ્યક્ત કરીને આગામી દિવસોમાં આંદોલન ને તેજ બનાવવાની આહવાન કર્યું હતું. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

દેશમાં પેટ્રોલ , ડીઝલ  અને રાંધણ ગેસના  ભાવોમાં અસહ્ય વધારો થવાથી ભીંસ અનુભવી રહેલા પ્રજાજનોને રાહત આપવાની વાત કેન્દ્ર ની સરકાર કરતી નથી, ઉલટા ની સતત ભાવ વધારો ઝીકી ને પ્રજા ને લૂટવાનું કામ કરી છે. પોતાની જાત ને સંવેદનશીલ  સરકાર ગણાવતી કેન્દ્ર સરકારના અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે. જ્યાં આજે વડોદરા શહેરના  સયાજીગંજ સરદાર પટેલની પ્રતિમા પાસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ રાખવમાં માં આવ્યો હતો.જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી ની આગેવાની માં ગેસ ના સિલેન્ડર પર દૂધ ની ખાલી થેલી નો હાર અને ફૂલો નો હાર પેહરાવી કૂદકે અને ભૂસકે વધતી જતી મોંઘવારી નો વિરોધ કર્યો હતો.

www.mrreporter.in

વધુ માં ઋત્વિજ જોષી એ જણાવ્યું હતું કે ભાજપ ની બેહરી મૂંગી સરકાર પ્રજા ને રાહત આપવાની જગ્યાએ પ્રજા ને લૂંટી રહી છે અને પ્રજા ની મજાક ઉડાવે છે ત્યારે કોંગ્રેસ દ્વારા કુંભકર્ણ નિંદ્રામાં સૂતી સરકાર ને જગાડવા ના ભાગ રૂપે મહેંગાઇ મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી ના વિરોધ માં સરકાર ને સદબુધ્ધિ આવે એના માટે ભજનો ગાવામાં આવ્યા અને યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી ના વિરૂધ્ધ માં પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં તેમની અટક કરી છાણી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી દ્વારા પોલીસ અધિકારી ને રજૂઆત કરતા તેમને છોડવામાંઆવ્યા હતા.

www.mrreporter.in

જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, વિપક્ષ નેતા અમી રાવત, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પ્રદેશ ઉપપ્રમુખ ભીખા ભાઈ રબારી , ચિરાગ ભાઈ શેખ, પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ, નરેન્દ્ર રાવત, પૂર્વ કોર્પરેટર ચિરાગ ભાઈ ઝવેરી , યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપ વાઘેલા,NSUI પ્રમુખ વ્રજ પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ નીલા શાહ , SC સેલ ના મહેશ સોલંકી, OBC સેલ ના રાજેશ પટની , ST સેલ ના નિકુલ પટેલ, લીગલ સેલ ના કિશોર પિલે, માઈનોરીટી ના ઈરફાન વોહરા વડોદરા શહેર ના તમામ વોર્ડ પ્રમુખો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યા ભાજપ સરકાર નો વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply