નોટબંધીની નિષ્ફળતાના મામલે વડોદરા શહેર કોંગ્રેસના ધરણા : મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

Spread the love

મિ.રિપોર્ટર, ૧૩મી નવેમ્બર. 

દેશમાં બે વર્ષ પૂર્વે નોટબંધી કરવામાં આવી ત્યારે વડાપ્રધાને કાળુ નાણું પરત આવવાના વચનો, ઇકોનોમી સુધરશે, બેરોજગારી ઘટશે તેમજ આંતકવાદ ખતમ થશે. આ તમામ  વચનો ઠાલા પુરવાર થયા છે. દેશને બરબાદીના પંથે લાવીનો મૂકી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો તેમ નોટબંધીની નિષ્ફળતા અંગે કલેક્ટર કચેરી પાસે ધરણાં અને મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર  બાદ વડોદરા શહેર કોંગ્રેસે કર્યો હતો. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના સૂચના પ્રમાણે વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આજે નોટબંધીની નિષ્ફળતા અંગે કલેક્ટર કચેરી પાસે ધરણાં યોજ્યા હતા.  વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આદેશાનુસાર નોટબંધી ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા પણ કલેક્ટર કચેરી પાસે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. નોટબંધીથી દેશનું અર્થતંત્ર ખતમ થઇ ગયું છે. બેકારીમાં વધારો થયો છે. કાળું નાણું પરત આવવાના બદલે દેશમાં કાળું નાણું વધી ગયું છે. આતંકવાદ વકર્યો છે. દેશના વડાપ્રધાને તેઓની મનની વાતમાં કરેલી વાતો માત્રને માત્ર દેશની પ્રજાને ગેરમાર્ગે દોરનારી સાબિત થઇ છે.

 

આજે વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આયોજીત નોટબંધી ધરણાં કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ (મુખી), કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ, કોંગ્રેસ અગ્રણી સત્યજીતસિંહ ગાયકવાડ, ભીખાભાઇ રબારી, અગ્રણી મહિલા કાર્યકરો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. 

This slideshow requires JavaScript.