વડોદરા શહેર ભાજપ અને જિલ્લામાં ટિકિટ ના ડખા : પાદરા, વાઘોડિયા અને કરજણ માં સત્તાવાર ઉમેદવાર સામે જુના નેતાઓ અપક્ષ લડશે !

www.mrreporter.in

રાજનીતિ-વડોદરા, ધીરજ ઠાકોર, 11મી નવેમ્બર. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત બાદ ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા સત્તાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ વડોદરા શહેર અને જિલ્લાની બેઠકોની ટિકિટ ને લઈને ભાજપમાં ભડકો થયો છે. ભાજપમાં ખાસ કરી ને પાદરા, વાઘોડિયા અને કરજણ માં સત્તાવાર ઉમેદવાર સામે જુના નેતાઓ માં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.  પૂર્વ ધારાસભ્યો અને નેતાએ ટિકિટ ન મળતા પોતાના સમર્થકોના સહારે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

વડોદરામાં શહેર વિધાનસભામાં  સયાજીગંજ, રાવપુરા, માંજલપુર, અકોટા અને શહેર વાડી એમ પાંચ બેઠકો સમાવેશ થાય છે.  જયારે વડોદરા જિલ્લામાં સાવલી, ડભોઇ, કરજણ, વાઘોડિયા અને પાદરા ની પાંચ બેઠકો મળી ને શહેર અને જિલ્લાની કુલ 10 બેઠકો છે. આ તમામ બેઠકો પર  કોંગ્રેસ અને આપ પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. તો બીજીબાજુ ભાજપે શહેરની પાંચ બેઠકો પૈકી શહેરવાડી  બેઠક પર  ડો.મનીષા વકીલ, અકોટા બેઠક પર ચૈતન્ય દેસાઈ અને રાવપુરા બેઠક પર બાળુ શુક્લ ના નામની સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. 

એજ રીતે વાઘોડિયા બેઠક પર  અશ્વિન પટેલ, પાદરા બેઠક પર ચૈતન્યસિંહ ઝાલા, સાવલી બેઠક પર કેતન ઇનામદાર, ડભોઇ બેઠક પર શૈલેષ મહેતા (સોટ્ટા) અને કરજણ બેઠક પર અક્ષય પટેલ ના નામની સત્તાવાર જાહેરાત કરી છે.  જયારે વડોદરા શહેર ની મહત્વની માંજલપુર અને સયાજીગંજ બેઠક પર  ટિકિટ વાંચ્છુકોની માંગ ના વિવાદ ને જોતા હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ જાહેરાત કરી નથી. મોડીરાતે જાહેરાત થાય તેવી વકી છે.

આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વાઘોડિયા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, પાદરા બેઠક માટે દિનુ પટેલ (મામા) અને કરજણ બેઠક માટે સતીષ  પટેલ ને ટિકિટ ન મળતા જ તેમની નારાજગી સામે આવી છે. તેઓને પાર્ટીએ  ટિકિટ ન આપતા પોતાના કાર્યકર્તા અને સમર્થકો ની બેઠક બોલાવી ને અપક્ષ ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરીને ભાજપ સામે બગાવત કરી છે. પાર્ટી સામે સીધે સીધી બગાવત કરનારા અને પાર્ટી ના મેન્ડેટ ને  ન માનનારા સામે ભાજપ શું પગલાં ભરે  છે તે જોવાનું રહ્યું. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply