અંતરધ્વની સંસ્થા દ્વારા એંકીલોઝિંગ સ્પોંડીલિટિસના દર્દીઓ માટે સપોર્ટ ગૃપના વડોદરા ચેપ્ટરની શરૂઆત

Spread the love

હેલ્થ – મી.રિપોર્ટર, 25મી ફેબ્રુઆરી.

અંતરધ્વની સંસ્થાદ્વારા એંકીલોઝિંગ સ્પોંડીલિટિસના દર્દીઓ માટે સપોર્ટ ગૃપના વડોદરા ચેપ્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ ગૃપનો ઉદ્દેશ દર્દીઓનો સંપર્ક સાધીને તેઓને રોગ વિષેની માહિતી પૂરી પાડીને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે. આ રોગ 10 હજાર વ્યક્તિઓમાંથી 8ને થાય છે. આ રોગનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

ગૃપના ડોક્ટરોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, એંકીલોઝિંગ સ્પોંડીલિટિસ એક એવી સ્થિતિ છે કે, જેમાં તમામ અથવા તો કેટલાક સાંધા અને કરોડરજ્જુના કેટલાક હાડકાં ગંઠાઇ જાય છે. અને જવલ્લેજ થતો રોગ માનવામાં આવે છે. આ રોગથી કરોડરજ્જુમાં સોજો આવી જાય છે. અને તેની સીધી અસર હ્રદય અને આંખો ઉપર થાય છે. આ રોગમાંથી સાજા થવાતું નથી. અને આજીવન તેનો સામનો કરવો પડે છે.

વડોદરામાં ગેંડા સર્કલ પાસેની ટ્રાયલોન હોસ્પિટલમાં રવિવારે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 10 જેટલા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સેમિનાર દ્વારા 1800થી વધુ દર્દીઓને ગૃપમાં જોડવામાં આવ્યા છે. અને તેઓની સાચી માહિતી આપીને તેઓના દર્દનું સમાધાન કરવામાં આવ્યું છે. આ સપોર્ટ ગૃપમાં રૂમેટોલોજીસ્ટ નિષ્ણાત ડો. નિમીષા પટેલ, ડો. હિમાંશુ પાઠક, ડો. પ્રદિપ પ્રજાપતી, ડો. રીપલ શાહ, ડો. ચેતન ચૌહાણ અને ડો. જીત પટેલ છે.