સિમેન્ટ-સ્ટીલના વધેલા ભાવ સામે વડોદરાના બિલ્ડરો કન્સ્ટ્રક્શન સાઈટો બંધ રાખશે, કલેક્ટરને રજૂઆત કરશે

www.mrreporter.in
Spread the love

બિઝનેશ-વડોદરા, મી.રિપોર્ટર, 11મી ફેબ્રુઆરી. 

દેશમાં સિમેન્ટ અને સ્ટીલનું ઉત્પાદન કરતી કંપનીઓએ  25 થી 30 ટકા કમરતોડ કરેલા ભાવ વધારા સામે  ક્રેડાઇ અને બિલ્ડર એસોસિએશન દ્વારા તારીખ 12 ફેબ્રુઆરીના રોજ ભાવ ઘટાડો પરત ખેચવાની માગ સાથે એક દિવસ કન્સ્ટ્રક્શન સાઈટો બંધ કરીને વડોદરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપશે . 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરામાં નાના-મોટા રૂપિયા 5 હજાર કરોડના 500 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમ જણાવતાં ક્રેડાઇના ચેરમેન પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, સિમેન્ટ અને સ્ટીલમાં થયેલા ભાવ વધારાના કારણે વડોદરા સહિત ગુજરાતના બિલ્ડરોને 15થી 20 ટકાનો વધારો કરવો પડશે. જેની અસર ગ્રાહક ઉપર પડશે. જો સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં ઘટાડો નહીં થાય તો મકાનોમાં 25 ટકા જેટલો ભાવ વધારો થવાની શક્યતાઓ છે.

ક્રેડાઇના ઉપપ્રમુખ મયંકભાઈ પટેલે જણાવ્યું હતું કે, 12 ડિસેમ્બર 2020ના રોજ પત્ર દ્વારા વડાપ્રધાનને પણ સ્ટીલ અને સિમેન્ટમાં થયેલા ભાવ વધારા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. રિયલ એસ્ટેટમાં મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવે છે, ત્યારે આ ભાવ વધારા ઉપર અંકુશ લાવવો જરૂરી છે અને ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે તો ન છૂટકે નાના-મોટા ડેવલપર્સને મકાનની કિંમતોમાં 15થી 20 ટકાનો ભાવ વધારો કરવો પડશે.

ક્રેડાઈના જોઈન્ટ ટ્રેઝરર નિલય ચોટાઈ એ  જણાવ્યું હતું કે, સિમેન્ટ અને સ્ટીલમા થયેલો ભાવ વધારો ઘટાડવા માટે ક્રેડાઇ દ્વારા સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ, હજી સુધી કોઇ નિરાકરણ ન આવતા આખરે અમારે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. ક્રેડાઇ સાથે ઓલ ઇન્ડિયા બિલ્ડર એસોસિયેશન પણ જોડાયેલું છે. આવતીકાલે 12 ફ્રેબ્રુઆરીના રોજ વડોદરાના તમામ નાના, મોટા બિલ્ડરો પોતાની કન્સ્ટ્રક્શન સાઇટો બંધ રાખશે અને સિમેન્ટ અને સ્ટીલમાં થયેલ ભાવ વધારાનો વિરોધ કરશે, તે સાથે ક્રેડાઇ અને બિલ્ડર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.