મેન ઓફ ધી સીરીઝ એવોર્ડ જે.સી.પટેલ (વડોદરા), બેસ્ટ બેસ્ટમેન ઈકબાલ પટેલ (વડોદરા), બેસ્ટ બોલર પ્રદીપ જાદવ (વડોદરા) તેમજ બેસ્ટ ફિલ્ડર ઈશ્વર મંડલી (સુરેન્દ્રનગર) ને ટ્રોફી એનાયત
મિ. રિપોર્ટર, ૨જી ડિસેમ્બર.
કોઈપણ સ્પોર્ટ્સ કે રમત રમવા માટે ઉંમરની કોઈ મર્યાદા નડતી નથી . વડોદરાના સિનીયર સીટીઝન ક્રિકેટ એસોસીએશન દ્વારા આયોજિત આંતર રાજ્ય સિનીયર સીટીઝન (ટેનીસ બોલ) ક્રિકેટ ટુર્નામેન્ટ હેઠળ યોજાયેલી મેચમાં મુંબઈની બે ટીમો, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટની એક-એક ટીમ તેમજ વડોદરાની સાત ટીમો સહિત કુલ ૧૩ ટીમોના યુવાનોને શરમાવે તેવા ઉત્સાહથી વરિષ્ઠ યુવાનો ક્રિકેટ રમ્યા હતા.
બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણે ક્ષેત્રે યુવાનોને પણ પાણી ભરાવે તેવી સ્ફૂર્તિ તેમજ ચપળતાથી સારું પ્રદર્શન એસોસિએશન (SCCA) વડોદરા દ્વારા શહેરના વાઘોડિયાના ખંધા ગામ ખાતે આર.આર.કેબલના મેદાનમાં ૨૯મી નવેમ્બર થી ૨જી ડિસેમ્બર સુધી આંતર રાજ્ય સિનીયર સીટીઝન (ટેનીસ બોલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. SCCA દ્વારા ક્રિકેટ રમતા વરિષ્ઠ યુવાનના આનંદ પ્રમોદ માટે ૨૦૦૭ થી આવી ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે.
ચાલુ વર્ષે યોજાયેલી આંતર રાજ્ય સિનીયર સીટીઝન (ટેનીસ બોલ) ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુંબઈની બે ટીમો, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટની એક-એક ટીમ તેમજ વડોદરાની સાત ટીમો સહિત કુલ ૧૩ ટીમોના ૬૦ વર્ષ થી લઈને ૮૪ વર્ષના વરિષ્ઠ યુવાનો ક્રિકેટ રમ્યા હતા.
યુવાનોને શરમાવે તેવી ચુસ્તી અને સ્ફૂર્તિથી વરીષ્ઠ યુવાનો વડોદરામાં કિક્રેટ રમ્યા હતા. ચાર દિવસ સુધી ચાલેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વરિષ્ઠ ક્રિકેટરો દ્વારા બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણે ક્ષેત્રે યુવાનોને પણ પાણી ભરાવે તેવી સ્ફૂર્તિ તેમજ ચપળતાથી સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિનીયર સીટીઝન ક્રિકેટ એસોસીએશન દ્વારા ભાગ લેનારી રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર તેમજ મહારાષ્ટ્ર થી આવેલી ટીમો માટે રહેવાની તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ૧લી ડીસેમ્બરના રોજ વડોદરા-૨ અને સુરેન્દ્રનગરની ટીમ વચ્ચે ૧૨-૧૨ ઓવરની ફાઇનલ મેચ રમવામાં આવી હતી.
જેમાં વડોદરા-૨ ની ટીમે પહેલા બેટિંગ કરીને ૧૨ ઓવરમાં ૭૯ રન કર્યા હતા. તેમણે સુરેન્દ્રનગરની ટીમને જીતવા માટે ૮૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. રનનો પીછો કરતા સુરેન્દ્રનગરની ટીમ માત્ર ૪૮ રન જ બનાવી શકી હતી. તે રનર અપ ટીમ બની હતી.
વડોદરા-૨ની સિનિયર સીટીઝનની ટીમનો ૩૨ રન થી ભવ્ય વિજય થયો હતો. જેમાં પ્રદીપ જાદવે ૧ રન આપીને ૪ વિકેટ લેતા તેમને મેન ઓફ ધી મેચ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
જયારે સમગ્ર ટુર્નામેન્ટમાં જેમણે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણે ક્ષેત્રે યુવાનોને પણ પાણી ભરાવે તેવી સ્ફૂર્તિ તેમજ ચપળતાથી સારું પ્રદર્શન કર્યું છે તેવા સિનીયર સીટીઝનને મેન ઓફ ધી સીરીઝ, બેસ્ટ બેસ્ટમેન , બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર ને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મેન ઓફ ધી સીરીઝ એવોર્ડ જે.સી.પટેલ (વડોદરા), બેસ્ટ બેસ્ટમેન ઈકબાલ પટેલ (વડોદરા), બેસ્ટ બોલર પ્રદીપ જાદવ (વડોદરા) તેમજ બેસ્ટ ફિલ્ડર ઈશ્વર મંડલી (સુરેન્દ્રનગર) ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.