વિશ્વમાં કોરોના વાઈરસની રસીકરણ શરુ , તો પણ કોરોના જલદી પીછો નહીં છોડે ? જાણો કેમ ?

www.mrreporter.in
Spread the love

દિલ્હી-મી.રિપોર્ટર, 7મી ફેબ્રુઆરી.

દુનિયામાં સૌ કોઈના મનમાં હશે કે, આ કોરોના ક્યારે તેમનો પીછો છોડશે ? જો તમે પણ આવું જ કંઈક  વિચારો છો  તો જરા થોભજો. કેમકે કોરોના હજુ લગભગ 5 થી 7 વર્ષ સુધી પીછો છોડશે નહિ. આ હમે નહિ પણ દુનિયાની વસ્તી મુજબ તાજેતરમાં કરાયેલી રસીકરણ ગણતરીની સ્પીડ ને આધારે કરવામાં આવ્યો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રિપોર્ટ મુજબ દુનિયાભરમાં રોજના 40 લાખ કરતા વધારે લોકોને રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અમેરિકામાં  વસ્તીના 8.7% લોકોને રસી અપાઈ છે. અમેરિકામાં રોજના સરેરાશ 13 લાખ કરતા વધારે લોકોને રસી આપવામાં આવે છે, પરંતુ ધીરે-ધીરે લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

રસીકરણ અભિયાન મુજબ અમેરિકા દુનિયામાં છઠ્ઠા નંબર પર છે પરંતુ અમેરિકામાં હર્ડ ઈમ્યુનિટીની ભવિષ્યવાણી 2022 રખાઈ છે. જોકે, આ બધો આધાર એના પર છે કે રસી નવા વેરિયન્ટ પર અસરદાર છે કે નહીં. જણાવી દઈએ કે દક્ષિણ આફ્રીકા અને બ્રાઝિલમાં કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યો છે.

અન્ય દેશોની વાત કરીએ તો ઈઝરાઈલમાં રસી લગાવવાની ગતિ જોઈને આખી દુનિયા આશ્ચર્યમાં છે. ઈઝરાઈલે પોતાની વસ્તીના 58.5% વસ્તીને રસી આપી દીધી છે અને આગામી બે મહિનામાં હર્ડ ઈમ્યુનિટીને સ્પર્શી શકે છે. આ સિવાય આફ્રીકાના પૂર્વ ભાગમાં સ્થિતિ નાના ટાપુ સેશેલ્સ બીજા નંબર પર છે. ત્યાં અત્યાર સુધીમાં 38.6% વસ્તીને રસી અપી દેવાઈ છે.

ભારતમાં પણ રસીકરણનું કામ જોર પર છે. જોકે ભારતના તમામ લોકોને રસી આપવા માટે એક થી બે વર્ષનો સમય લાગી શકે છે. 

આ પછી ઈએઈ, યુકે અને બહેરિને પણ અમેરિકાને પાછળ છોડ્યું છે. આ ત્રણે દેશોમાં અત્યાર સુધીમાં પોતાની વસ્તીના 11.8% લોકોને વેક્સીનેટ કરાયા છે. યુકેમાં રોજના 4.38 લાખ લોકો કરતા વધુને રસી અપાય છે. આ વર્ષના અંત પહેલા યુકેમાં હર્ડ ઈમ્યુનિટીની શરુઆત થઈ જશે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.