યુવતીઓની સંખ્યા વધારવા ફેશન ડિઝાઈનરના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા ? પછી શું થયું ?

Spread the love

અમદાવાદ, મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી જાન્યુઆરી. 

ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એક યુવકને ફેશન ડિઝાઈનર યુવતીના ફોટા અપલોડ કરવાનું ભારે પડ્યું છે. એક યુવકે   ફેશન ડિઝાઈનર યુવતીનો ફેક આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર તેના  ફોટા અપલોડ કરીને બદનામ કરનાર શખ્સની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમે પકડેલા  શખ્સનું નામ ઝુંબેર અન્સારી છે. ઝુંબેર અન્સારી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ શખ્સ પર આરોપ છે, કે તેને પોતાના મોબાઈલમાં J S નામની આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર બનાવી અલગ અલગ ફેસબુક માંથી યુવતીઓના ફોટો મેળવી પોતાના આઈડી પર મુકતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,  આરોપી ઝુબેર માત્ર પોતાના ઇન્સ્ટાગ્રામ પર મહિલા મિત્ર વધારે બને જેથી તેની પ્રસિદ્ધિ વધુ મળે તે હેતુથી આવું કૃત્ય કરતો હતો. અત્યાર સુધી ચારથી પાંચ યુવતીઓના ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તેંની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.