#MeToo હેઠળ યુવતીએ પોતાની સાથે થયેલાં જાતીય શોષણનો ખુલાસો કરવો જોઈએ : એશા કંસારા

મિ.રિપોર્ટર, ૩જી નવેમ્બર, ધીરજ ઠાકોર

બોલીવુડમાં #MeToo અભિયાન  હેઠળ ઘણી હિરોઈન અને મોડલે પોતાની સાથે થયેલાં જાતીય શોષણ અને અન્યાયને સોશિયલ મીડિયા પર ઉજાગર કર્યા છે.  એમાં કોર્પોરેટ જગતમાં કામ કરનારી યુવતીઓ પણ બાકાત નથી. આ ખુબ જ સારી બાબત છે. જે હેતુ માટે અભિયાન શરુ થયું હતું, તે આગળ વધી રહ્યું છે. જોકે ઘણા કિસ્સામાં તો માત્ર ફેમ મેળવવા જ યુવતીઓ આક્ષેપ કરતી હોય છે, તો ઘણા કિસ્સામાં સબુતના અભાવે ગુનેગાર છુટી જાય છે. ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવો બનાવ હજી સુધી મારી સમક્ષ આવ્યો નથી કે કોઈએ મને કહ્યો નથી. મારા માટે તો દેશની તમામ યુવતીએ પોતાની સાથે થયેલાં જાતીય શોષણનો ખુલાસો કરવો જોઈએ એમ ગુજરાતી ફિલ્મની હિરોઈન એશા કંસારાએ અત્રે જણાવ્યું હતું. 

પોતાની નવી ફિલ્મ ” મીડનાઈટ વિથ મેનકા ” ના પ્રમોશન માટે વડોદરા આવેલી ગુજરાતી ફિલ્મની હિરોઈન એશા કંસારાએ ઘણી બધી વાતો મિ.રિપોર્ટરની ટીમ સાથે શેર કરી હતી….જુઓ…વિડીયો….