સંતાનસુખ પ્રાપ્ત ન થતાં પરણિતાએ પતિનો મોબાઈલ ચેક કર્યો, જ્યાં બીજા લગ્નનો ભાંડો ફૂટ્યો..પછી શું થયું ?

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-અમદાવાદ, ૨૬મી જુન.

મોબાઈલ ફોન ક્યારે ક્યારે મોટાભાગ ના જીવનમાં તોફાન મચાવી દે છે. તો ઘણા લોકોની પરિવાર ને છેતરવાની પોલ પણ મોબાઈલ ફોન ખોલી દે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતી પરિણીતા સાથે આવું જ કઈક બન્યું છે. પરણિતા ને સંતાનસુખ પ્રાપ્ત ન થતાં પતિ તથા સાસરિયાં માનસિક ત્રાસ આપતાં હતાં. એટલું જ નહિ પણ પરણિતા સાથે પતિ બોલતો પણ ન હતો અને ધંધા ના બહાને ઘરની બહાર વધુ રહેવા લાગ્યો હતો. જોકે લગ્નના ત્રણ વર્ષ બાદ પરણીતાએ પતિનો ફોન ચેક કરતાં એમાંથી પતિ અન્ય એક સ્ત્રી અને એક બાળકનો ફોટો મળી આવતાં ખરાઈ કરતા પતિ નો ભાંડો ફૂટ્યો હતો. જ્યાં પરણિતા ને ખબર પડી હતી કે, પતિએ બીજા લગ્ન કર્યા છે અને તેને એક બાળક પણ છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

પતિનો ભાંડો ફૂટ્યા બાદ અને પોતે લગ્નજીવન માં છેતરાયા હોવાની ભાવના થતા જ પરણિતા આત્મહત્યા કરવાનો ઈરાદો કરી ઘરેથી નીકળી ગઈ હતી, પરંતુ તેના પતિએ પરણિતાની બહેનને ફોન કરીને જાણ કરતાં પરણિતા ને આત્મહત્યા કરતા રોકી પરિવારના સભ્યો  ઘરે લઇ ગયા હતા. જોકે  તે બાદ પરણીતાએ તેના પતિ અને સાસરિયાં સહિત કુલ સાત વ્યકિત વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મેઘાણીનગરમાં રહેતી પરણિતા કોમલ (નામ બદલ્યું છે )ના લગ્ન 2014માં થયા હતા. શરૂઆતમાં બધું સારું રહ્યું હતું, પરંતુ લગ્નના એક વર્ષ બાદ પણ કોમલ ને સંતાનસુખ પ્રાપ્ત ન થતાં  સાસુ અને તેમની દીકરીઓએ પતિને ચડામણી કરતાં પતિએ પત્નીને મારઝૂડ કરવાનુ શરૂ કર્યું હતું અને પરણિતા કોમલ ને  પિયરમાંથી રૂ. 10 લાખ લઈ આવવાનું કહી દહેજની માગણી કરતો હતો.

તો બીજીબાજુ દરમિયાન પતિ કામધંધાના બહાને બહાર રહેવા લાગ્યો હતો. લગ્નજીવન તૂટે નહિ એ માટે કોમલ  બધું સહન કરીને સાસરીમાં રહેતી હતી. જોકે તાજેતરમાં કોમલે એ પતિનો ફોન ચેક કરતાં એમાંથી પતિનો અન્ય એક સ્ત્રી  અને બાળક સાથેનો ફોટો મળી આવ્યો હતો.

જે જોઈને કોમલે  પતિને પૂછતાં તેણે  સંભળાવી દીધુ કે, તારા જેવી જોડે રહીને પસ્તાઈ ગયો છું, એટલે મેં બીજીને પટાવી રાખી છે. જ્યારે પણ કંટાળો આવે ત્યારે વાતો કરી લઉ છું. આ બાબતે શંકા જતાં પત્નીએ તક મળતાં પતિનો ફોન ચેક કરતાં બીજી સ્ત્રી સાથે ચેટિંગ મળ્યું હતુ. પતિને પૂછતાં તેમણે કહ્યું હતું કે મારા જોડે બિઝનેસમાં કામ કરે છે એટલે મારે મિત્રતા રાખવી પડે.

પતિની આ વાત થી સંતોષ ન થતા કોમલે તપાસ કરી તો ખબર પડી કે, પતિ એ બીજા લગ્ન કર્યા છે અને તેને એક બાળક પણ છે. આ વાત નો ભાંડો પતિ સમક્ષ કરતા પતિએ સ્વીકાર્યું કે, હા મેં બીજા  લગ્ન કરી લીધા છે અને મારે એક સંતાન પણ છે. તું મને સાથ આપ, હું તેને છોડી દઈશ. જોકે પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ અને તેમને બાળક પણ હોવાનું જાણી કોમલ  ઘરેથી નીકળી રિવરફ્રન્ટના રસ્તે ચાલી નીકળી હતી. જોકે પતિને ખ્યાલ આવી જતાં તેણે સાળીને ફોન કરી પત્ની ઘરેથી નીકળી ગઈ હોવાનું કહેતાં તેના સંબંધીઓએ તેને રસ્તામા જ રોકી પિયરમાં લઈ ગયા હતા. પતિ વારંવાર ફોન કરીને પત્નીને ધમકી આપી પરેશાન કરતો હોઈ મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાં મળી કુલ સાત વ્યકિત સામે ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.