www.mrreporter.in

એજ્યુકેશન-વડોદરા, મિસ્ટર રિપોર્ટર ન્યુઝ, ધીરજ ઠાકોર, 24મી ફેબ્રુઆરી.

વિદેશમાં અભ્યાસ કરવાની વાત આવે ત્યારે બર્મિંગહામ સિટી યુનિવર્સિટી (બીસીયુ) સૌથી પસંદગી યુનિવર્સિટી પૈકીની એક તરીકે ઉભરી આવે છે. યુનિવર્સિટી દ્વારા ઓફર કરતાં વ્યાપક તકો વિશે માહિતી આપવાના ઉદ્દેશ્ય સાથે બર્મિંગહામ સિટી યુનિવર્સિટીના ભારત, નેપાળ અને શ્રીલંકા ખાતે ઓપરેશન્સ અને રિક્રૂટમેન્ટ હેડ દિશા ગુપ્તાએ ઉભરતાં વિદ્યાર્થીઓને મળવા માટે વડોદરા ખાતે તેમનાસૌથી મૂલ્યવાન, વિશ્વસનીય અને પ્લેટિનમ પાર્ટનર ગ્લોબલ કોલાયન્સની મુલાકાત લીધી હતી અને તથા મૂલ્યાંકન કર્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે, યુકેની જાણીતી બર્મિંગહામ સિટી યુનિવર્સિટી ૩ હજાર વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપશે : જોબ પ્લેસમેન્ટમાં યુકે માં 7માં ક્રમે આવે છે. 

શહેરની ત્રણ-દિવસીય મુલાકાતનો ઉદ્દેશ્ય સંભવિત વિદ્યાર્થીઓ વચ્ચે બીસીયુ વિશે માહિતીનો પ્રસાર કરવાનો હતો. તેમણે યુનિવર્સિટીની ફિલસૂફી, શ્રેષ્ઠતા પ્રત્યે તેની કટીબદ્ધતા અને કોર્સિસ વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

વિદેશમાં અભ્યાસ કરવો ખૂબજ ઉત્તમ અનુભવ બની રહે છે, જ્યાં વિદ્યાર્થીઓ નવી સંસ્કૃતિની ઓળખ, વૈશ્વિક દ્રષ્ટિકોણ તથા ભાષાકીય કૌશલ્યો મેળવી શકે છે. બીસીયુ ખાતે કોર્સિસની વિશાળ શ્રેણી છે, જે વિદ્યાર્થીઓને મજબૂત કારકિર્દીની રચના કરવામાં મદદરૂપ બને છે.

વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક રૂચિ, ભાષાકીય કુશળતા અને પ્રોફેશ્નલ પ્રાથમિકતાઓ મૂજબ વિવિધ પ્રોગ્રામમાંથી પસંદ કરી શકે છે. જો તેઓ સેમિસ્ટર અથવા સમગ્ર શૈક્ષણિક વર્ષ વિદેશમાં વિતાવવા ઇચ્છુક હોય તો, બીસીયુ તેમની જરૂરિયાતો અને લક્ષ્યો અનુસાર વિવિધ વિકલ્પો ઓફર કરે છે.

બર્મિંગહામ સિટી યુનિવર્સિટીના ભારત, નેપાળ અને શ્રીલંકા ખાતેના ઓપરેશન્સ અને રિક્રૂટમેન્ટના વડા દિશા ગુપ્તાએ જણાવ્યું હતું કે, વિદેશમાં અભ્યાસ અમારા વિદ્યાર્થીઓને વિવિધ સંસ્કૃતિઓમાંથી શીખવા તથા તેમના ક્ષિતિજોને વિસ્તારવાની ઉત્તમ તક આપે છે. અમે અમારા વિદ્યાર્થીઓને પરિવર્તનકારી શૈક્ષણિક અનુભવ સાથે વિશ્વમાં સફળતા માટે સજ્જ કરવા માટે કટીબદ્ધ છીએ.

બીસીયુ દ્વારા ઓફર કરાતા પ્રોગ્રામમાં એન્જિનિયરીંગથી લઇને હ્યુમનિટિઝ, બિઝનેસથી લઇને સોશિયલ સાયન્સ વગેરે સહિતના ક્ષેત્રોમાં અભ્યાસની વિશાળ શ્રેણી ઓફર કરાય છે. વધુમાં બીસીયુ વિદેશમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને વ્યાપક સપોર્ટ આપે  છે. જેમાં શૈક્ષણિક સલાહ, સાંસ્કૃતિક તાલીમ અને રિક્રૂટમેન્ટ વગેરે સામેલ છે.

દિશા ગુપ્તાએ ઉમેર્યું હતું કે, અમારું માનવું છે કે વિદેશમાં અભ્યાસ કરવો એ અમારા વિદ્યાર્થીઓના ભવિષ્યમાં રોકાણ કરવા જેવું છે તથા અમે તેમને શક્ય તેટલો ઉત્તમ અનુભવ પ્રદાન કરવા માટે કટીબદ્ધ છીએ. રસ ધરાવતા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાના વિવિધ પ્રોગ્રામ અને એપ્લીકેશનની પ્રક્રિયા વિશે જાણકારી મેળવવા બીસીયુની વેબસાઇટ જોઇ શકે છે.

સ્ટેમ હાઉસ પ્રોજેક્ટ બીસીયુની એક વિશિષ્ટ શૈક્ષણિક પહેલ છે, જે યુવાનોને વિશ્વ-સ્તરીય તાલીમ અને કૌશલ્યો વધારવામાં મદદ કરે છે. ઇનોવેશન, રિસર્ચ અને ક્રિએટિવ પ્રોડક્શનને કેન્દ્રમાં રાખતાં ડિઝાઇન કરાયેલ આ પહેલમાં ટેક્નોલોજી, આર્ટ અને ડિઝાઇનની મદદથી ઇનોવેશન અને રચનાત્મકતાને પ્રોત્સાહિત કરાય છે. પંજાબમાં સ્થાપિત સેન્ટર બર્મિંગહામ સિટી યુનિવર્સિટી અને મંજાલ ગ્રૂપ વચ્ચેના સહયોગનો ભાગ છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: