રાજ્યમાં 11 જાન્યુ.થી ધો 10-12ની સ્કૂલો સહિત UG-PGની કોલેજો પણ શરૂ થશે: શિક્ષણમંત્રીની જાહેરાત

www.mrreporter.in

એજ્યુકેશન-ગાંધીનગર, મી.રિપોર્ટર, 6ઠ્ઠી જાન્યુઆરી.

રાજ્યમાં કોરોના સામે એકબાજુ રસી લગાવવાની તૈયારીઓ હાથ ધરાઈ છે, ત્યારે સરકારે 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ  તથા પીજી અને છેલ્લા વર્ષ ના કોલેજ ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય ની જાહેરાત આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાજયમાં  તમામ બોર્ડ, સરકારી, માધ્યમિક શાળાઓ શરૂ કરાશે, માત્ર ધોરણ 10 અને 12ના વર્ગો જ શરૂ કરવામાં આવશે, તે ઉપરાંત કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ થશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ દરમિયાન કરી હતી.  તેમણે  વધુમાં જણાવ્યું હતું કે,  સ્કૂલો શરૂ થયા પછી વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. તેમજ વાલીઓની સંમતિ લેવાની પણ જરૂરિયાત નથી.

શિક્ષણ મંત્રીએ  કહ્યું હતું કે હાલમાં ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે ઉપરાંત પરીક્ષાનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. જેટલો અભ્યાસક્રમ ભણાવાશે એટલા અભ્યાસક્રમની જ પરીક્ષા લેવામાં આવશે. સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. તે ઉપરાંત કેન્દ્ર સરકારની SOP મુજબ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા નું રહેશે, સ્કૂલોએ થર્મલગન અને સાબુની વ્યવસ્થા કરવા ની રહેશે. 

સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.

વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.

ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત રહેશે.

23 નવેમ્બરથી રાજ્યમાં ધો-9 થી 12ની સ્કૂલો તેમજ પી.જી, મેડિકલ-પેરામેડિકલ ઉપરાંત અંડરગ્રેજ્યુએટ ફાઇનલ યરના વર્ગો શરૂ થશે.

સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.

સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.

વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.

 ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણકાર્ય થાય તેવી વ્યવસ્થા કરવી પડશે 

વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવી શકશે

 નિયત સ્કૂલ પછીના બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરી શકશે 

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

 

Leave a Reply