UCMAS ઇન્ડિયા ની નવી કોર્પોરેટ ઓફીસનો વડોદરામાં પ્રારંભ : UCMAS ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ ડો.દિનો વોન્ગે ઉદઘાટન કર્યું

UCMAS ના ફાઉન્ડર માનનીય પ્રોફેસર શ્રી ડીનો વોન્ગ ના હસ્તે ગ્રીનીશ વલ્ડૅ રેકોર્ડ સર્ટીફીકેટ આપવામાં આવ્યા .

બિઝનેશ- મિ.રિપોર્ટર, ૨૫મી જુલાઈ. 

વડોદરામાં UCMAS ઇન્ડિયા ની નવી કોર્પોરેટ ઓફીસનો આજે શુભારંભ  થયો છે. આ નવી ઓફીસનું ઉદઘાટન UCMAS ઇન્ટરનેશનલ ના પ્રેસિડેન્ટ તથા ફાઉન્ડર પ્રોફેસર  ડો.દિનો વોન્ગ અને ડાયરેક્ટર ઓપરેશન્સ શ્રીમાન એલેઝાન વોન્ગે ( આંતરરાષ્ટ્રીય હેડ ક્વાટર કુઆલાલુમ્પુર,મલેશિયા) કર્યું હતું.  UCMAS એબેકસ મેન્ટલ એરેથમેટીક પ્રોગ્રામમાં એક ગ્લોબલ લીડર, જે ૮૦ દેશોમાં કાર્યરત છે. જે ૬૦૦૦ સેન્ટરનું નેટવર્ક ધરાવે છે.

 વડોદરામાં K10 સારાભાઇ સર્કલ, સુભાનપુરા ખાતે શરુ થયેલી UCMAS ઇન્ડિયા વડોદરા પાસે ગુજરાત સહીત ભારતના ૨૫ રાજ્યોની માસ્ટર ફ્રેન્ચાઇઝી છે. UCMAS ઇન્ડિયાના પ્રેસીડેન્ટ તથા સીઈઓ ડો.સ્નેહલ કરીયાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં મોટા ૨૦૦૦ નેટવર્કનું સંચાલન ફતેગંજ ની ઓફીસ થી કર્યા બાદ હવે નવી કોર્પોરેટ ઓફીસ K10 સારાભાઇ સર્કલ સુભાનપુરા થી સંચાલન કરવામાં આવશે.અમારી ઉત્કૃષ્ટ સેવા ને રાષ્ટ્રીય લેવલે વધારવા અમારે મોટી અને સારી ઓફીસમાં સ્થળાંતર કરવું જરૂરી હોવાથી આ કોર્પોરેટ ઓફીસનો શુભારંભ કરવામાં આવેલ છે. ડો.કારીયાએ વધુમાં  જણાવ્યું હતું કે તેમની ટીમ,સ્ટાફ મેમ્બર ,ભારતના રાજ્યો ની ફ્રેન્ચાઇઝી ,ગુજરાતની ફ્રેન્ચાઇઝી અને ગ્લોબલ હેડ ક્વાર્ટર નાઓ તેમના ધ્યેયમાં મદદરૂપ થઇ રહે તેવી મહત્વાંકાંક્ષી છે.

આ શુભ પ્રસંગે ,માનનીય પ્રોફેસર શ્રી ડીનો વોન્ગ નાઓ ગીનીશ વર્લ્ડ રોકોર્ડ સ્થાપિત કરનાર ને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.UCMAS ઇન્ડિયાએ વધુમાં વધુ માનવીય પ્રતિબિંબને પહેલીવાર ગ્રીનીશ  વર્લ્ડનો ઈતિહાસ સર્જ્યો હતો.

Leave a Reply