નેશનલ એવોર્ડમાં બે ગુજરાતી ફિલ્મ્સે મારી બાજી : બેસ્ટ ગુજરાતી ફિલ્મ બની ‘રેવા’ અને ‘હેલ્લારો

Spread the love

 ‘અંધાધુન’ બેસ્ટ હિન્દી ફિલ્મ :  બેસ્ટ એક્ટર તરીકે  આયુષ્માન ખુરાના (અંધાધુન) અને  વિક્કી કૌશલ (ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક)

નવી દિલ્હી – મી.રીપોર્ટર, ૧૦મી ઓગસ્ટ.

દેશના 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એટલે કે નેશનલ એવોર્ડનુી જાહેરાત થઈ ચૂકી છે. જેમાં વડોદરાના કલાકારોએ બનાવેલી નર્મદા પરિક્રમા પર આધારિત ‘રેવા ફિલ્મ ને બેસ્ટ  બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.  જયારે  અન્ય  બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકે ‘હેલ્લારો’ને એવોર્ડ મળ્યો છે.  તો બેસ્ટ  હિન્દી ફિલ્મનો એવોર્ડ ‘અંધાધુન’ને આપવામાં આવ્યો છે. 

બેસ્ટ ગુજરાતી ફિલ્મ બની ‘રેવા’

ગુજરાતી ફિલ્મ ‘રેવા’ને પણ પ્રાદેશિક ફિલ્મ કેટેગરીમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ માટે રાહુલ સુરેન્દ્રભાઈ ભોલે, વિનીત કુમાર, અંબુભાઈ કનોજિયાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ફિલ્મ ‘રેવા’ નર્મદા પરિક્રમા પર આધારિત છે. ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્વમસી’ આધારિત બનેલી આ ફિલ્મ દર્શકોને પણ ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં VFXનો પણ સારા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન વિનિત કનોજીયા અને રાહુલ ભોલેએ સંભાળ્યું હતું. જ્યારે આ ફિલ્મમાં ચેતન ધાનાણી, અભિનય બેંકર, મોનલ ગજ્જર, યતિન કાર્યકર, દયાશંકર પાંડે વગેરે જેવા કલાકારો જોવા મળ્યાં હતાં. ફિલ્મના ગીતો પણ કર્ણપ્રિય હતાં. જેમાં ખાસ કિર્તિદાન ગઢવીએ ગાયેલું ફિલ્મનું ટાઈટલ સોંગ ‘મા રેવા’ દર્શકોની જીભે રમતું થઈ ગયું હતું.

 

અન્ય  બેસ્ટ ગુજરાતી ફિલ્મ્સ છે ‘હેલ્લારો

 ‘હેલ્લારો’ને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મને અભિષેક શાહે ડિરેક્ટ કરી છે. જોકે, આ ફિલ્મ હજુ થિયેટરમાં રીલિઝ થઈ નથી. આ ફિલ્મ સમાજમાં સ્ત્રીના સશક્તિકરણની વાત કરવામાં આવી છે. ‘હેલ્લારો’ના ડાયલોગ અને એડિશનલ સ્ક્રિન પ્લે નાટ્યકાર અને કવિ સૌમ્ય જોશીએ લખ્યાં છે. આ સાથે જ ફિલ્મમાં સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે.

66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં નેશનલ એવોર્ડ વિજેતાઓ

બેસ્ટ કોરિયોગ્રાફીઃ પદ્માવતના ઘૂમર માટે કૃતિ મહેશ અને જ્યોતિ તોમર

બેસ્ટ ફિલ્મઃ અંધાધુન

બેસ્ટ એક્શન ડિરેક્ટરઃ પ્રશાંત નીલ, KGF

બેસ્ટ મ્યુઝિક ડિરેક્શનઃ સંજય લીલા ભણશાલી, પદ્માવત

બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિકઃ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક

બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનિંગઃ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક

બેસ્ટ પ્લેબેક સિંગરઃ અરિજીત સિંહ (બિન્તે દિલ, પદ્માવત)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ સુરેખા સિક્રી (બધાઈ હો)

સામાજિક મુદ્દા પર બેસ્ટ ફિલ્મઃ પેડમેન

બેસ્ટ એક્ટરઃ આયુષ્માન ખુરાના (અંધાધુન) વિક્કી કૌશલ (ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક)

બેસ્ટ ડાયરેક્ટરઃ આદિત્ય ધર, ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક

બેસ્ટ એન્ટરટેનમેન્ટ ફિલ્મઃ બધાઈ હો

બેસ્ટ એક્ટ્રેસઃ કીર્તિ સુરેશ, મહાનતી (તેલુગુ ફિલ્મ)