તમારાં ફોનમાં એન્ડ્રોઈડની બે એપ્સ તમારી જ બેંક ડિટેઈલ ચોરી રહી છે, જાણો કેવી રીતે ?

મી.રિપોર્ટર ,૨૨ મી જાન્યુઆરી.

ડિજિટલ યુગમાં ઈન્ટરનેટ અને નવી નવી ટેક્નોલોજી ના લીધે દેશમાં સ્માર્ટ ફોન ની ડિમાન્ડ વધી રહી છે. જેનો ગેરફાયદો બ્લેક હેકર્સ ઉઠાવી રહ્યા છે. 

હેકર એન્ડ્રોઈડ સહિતના સ્માર્ટફોનમાં નવા માલવેર કે સ્પાયવેર દ્વારા સ્માર્ટફોન યુઝર્સ ના પર્સનલ ડેટા ચોરી કરી રહ્યાં છે. જેમાં માલવેર બનાવતી કંપની પણ સંકળાયેલી હોય છે. જોકે માલવેર બનાવનારા લોકો માટે સિક્યોરિટી રિસર્ચર સૌથી મોટા ખરાબ સ્વપ્ન સમાન હોય છે, જેઓ વાઈરસને શોધીને તેને નિષ્ક્રિય કરી દે છે. 

સ્માર્ટફોનમાંથી માલવેર પકડાય નહીં તે માટે તેને અત્યાધુનિક બનાવાયા છે. હાલમાં ટ્રેન્ડ માઈક્રો દ્વારા એક નવા પ્રકારનો માલવેર શોધવામાં આવ્યો છે, જે માત્ર સ્માર્ટફોનની મૂવમેન્ટ થાય ત્યારે કામ કરે છે. ટ્રેન્ડ માઈક્રોની રિપોર્ટ મુજબ હાલમાં ‘કરન્સી કન્વર્ટર’ અને ‘બેટરીસેવમોબી’ નામની એપ્લિકેશન શંકાસ્પદ છે.

સ્માર્ટફોન મૂવ થતા વાઈરસ એક્ટિવ થાય છે
તમને સવાલ થશે કે સ્માર્ટફોનની મૂવમેન્ટ દ્વારા માલવેર કેવી રીતે માહિતી એકઠી કરે છે? તો આ માલવેર પહેલા સ્માર્ટફોનમાં રહેલા મોશન સેન્સરની માહિતી લઈ લે છે. જ્યારે પણ એપ્સમાં મોશન ડિટેક્ટ થાય છે, તે ટ્રોઝન વાઈરસને ડિપ્લોય કરે છે.

આ બંને એપ્લિકેશન યુઝરને તેમનું અપગ્રેડ વર્ઝન ડાઉનલોડ કરવા માટે કહે છે, જેમાં આ ટ્રોઝન વાઈરસ રહેલો છે. એકવાર ફોનમાં ટ્રોઝન વાઈરસ ઈન્સ્ટોલ થઈ જાય પછી, તે સિક્રેટ રીતે કી રેકોર્ડ અને સ્ક્રીનશોટ્સ દ્વારા બેંકની માહિતી એકઠી કરે છે.

બેંકનું આઈડી અને પાસવર્ડનો સ્ક્રીનશોટ લે છે. તમે વાઈરસવાળા સ્માર્ટફોનમાં બેંકીંગ વેબસાઈટ ઓપન કરો છો તો, બેંકની વેબસાઈટ અને લોગિન આઈડી-પાસવર્ડ સાથેનો સ્ક્રીનશોટ માલવેરના કમાન્ડ સેન્ટર સુધી પહોંચી જાય છે. આવી રીતે સામેની વ્યક્તિને તમારા બેંક ડિટેઈલની માહિતી મળી જાય છે.

તે તમારી જાણ બહાર કોઈને પણ ફોન કે મેસેજ કરી શકે ચોરીછૂપીથી સ્માર્ટફોનના કોન્ટેક્ટ લિસ્ટ, લોકેશન ડેટા અને અવાજને પણ રેકોર્ડ કરી શકે તેવા શક્તિશાળી હોય છે. આવી એપથી બચવાનો સરળ ઉપાય માત્ર એક જ છે, તેને ફોનમાં અનઇન્સ્ટોલ કરી દો.આમ કરવાથી તમે તમારી બચતને બચાવી શકશો.