મંથન

લેખિકા : ભૂમિકા પાઠક

કોઈ પણ જોબ મેળવવાની સફળતાનો આધાર સફળ ઇન્ટરવ્યૂ પર રહેલો છે, તમારી શૈક્ષણિત આવડત જેટલું જ મહત્વ તમારા ઇન્ટરવ્યૂ સ્કિલ્સનું પણ છે. તમે તમારી જાતને કેવી રીતે રિપ્રેઝન્ટ કરો છો કે સૌથી મહત્વનું છે, થોડી સાવચેતી અને તૈયારી તમને તમારા ઇન્ટરવ્યૂમાં ૧૦૦ % સફળતા અપાવી શકે છે, ચાલો જાણીયે કેટલીક મહત્વની ટિપ્સ :

ફર્સ્ટ એમ્પ્રેસન અને પાવરફુલ ડ્રેસિંગ :

ફર્સ્ટ ઇમ્પ્રેસન ખુબ જ મહત્વની છે, ઓવરડ્રેસિંગ ના થાય એ રીતે કંપનીના કલ્ચરને અનુલક્ષીને યોગ્ય ફોર્મલ કલોથ્સની પસંદગી કરવી જોઈએ, જ્વેલરી કે એક્સેસરીઝ શક્ય તેટલી ઓછી અને યોગ્ય જ પહેરવી જોઈએ.

બોડી લેન્ગવેજ :

ઇફેકટીવ બોડી લેન્ગવેજથી તમે હકારાત્મક રીતે ઇન્ટરવ્યૂઅરના પ્રશ્નોનો ઉત્તર આપી શકો છો, તમારી કૉમ્યૂનિકેશન સ્ટાઇલ, હેન્ડ શેક અને ફેશ્યિલ એક્સપ્રેશન આ બધી જ નાની મોટી વાતો તમારા ઇન્ટરવ્યૂ ની સફળતામાં મહત્વનું સ્થાન ધરાવે છે.

એડવાન્સ રિસર્ચ :

જે કોઈ પણ કંપનીમાં તમે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તે કંપની અને/અથવા ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ વિષે થોડું ઘણું રિસર્ચ તમારે અગાઉથી કરી રાખવું જોઈએ, જેથી કંપનીના કલ્ચર, વર્કિંગ એન્વાયર્નમેન્ટ અને અપેક્ષાઓ વિષે તમે માહિતી મેળવી શકો, ઉપરાંત તમે તેને લગતા પ્રશ્નોનો પણ કોન્ફિડેન્ટલી જવાબ આપી શકશો.

 STAR ટેક્નિક:

ઘણી વાર ઇન્ટરવ્યૂઅર પ્રશ્નો પૂછવામાં STAR ટેક્નિકનો ઉપયોગ કરે છે, STAR ટેક્નિક એટલે (S – Situation, T – Task/Target, A-Actions, R -Result ) જેમાં તમારે કોઈ પણ એવી કોઈ SITUATION નું વર્ણન કરવાનું રહેશે જે તમને પડકારરૂપ લાગતી હોય કે ભૂતકાળમાં લાગી હોય, અને પછી તમારે એમાં તમારું મૈન TASK /TARGET શું હતું એ જણાવવાનું રહેશે, ત્યાર પછી તમે તેને એચિવ કરવા માટે શું ACTIONS લીધા અને તેનું શું RESULT શું આવ્યું તે જણાવવાનું રહેશે.

આ STAR પદ્ધતિથી તમે જુદી જુદી પડકારરૂપ પરિસ્થિતિમાં કેવી વર્તણુક કરો છો તેનો ઇન્ટરવ્યૂઅરને ખ્યાલ આવે છે, આથી તમારે આ મેથડને ખુબ જ સમજી વિચારીને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, તમારી વિકનેસ નહિ પણ તમારી સ્ટ્રેન્થને હાઈલાઈટ કરે તે રીતે તમારી જાતને રજુ કરવાની રહેશે.

જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: