2જી માર્ચથી કાયાવરોહણ ખાતે શરુ થતા ત્રિદિવસીય 21 કૂંડી મહારૂદ્ર યજ્ઞ ની તૈયારી પૂર્ણ : શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે : જીજ્ઞેશ શુકલ

Spread the love

અષ્ટોત્તર શત લિંગતોભદ્રના સ્થાપન સાથે બ્રહ્મેશ્વર યોગ મંદિર લકુલીશ મહાદેવના પ્રાંગણમાં ત્રિદિવસીય 21 કૂંડી મહારૂદ્ર યજ્ઞ યોજાશે : શનિવારે શિવજી અને ગંગાજીની શોભાયાત્રાઃ શિવરાત્રીએ પૂર્ણાહૂતિ બાદ પ્રહરપૂજા

વડોદરા-મિ.રિપોર્ટર, ૨૬મી ફેબ્રુઆરી. 

 2જી માર્ચને શનિવારથી વડોદરા નજીક આવેલા કાયાવરોહણ તિર્થ ખાતે બ્રહ્મેશ્વર યોગ મંદિર, લકુલીશ મહાદેવના મંદિરના પ્રાંગણમાં ખાતે યોજાનારા મહારૂદ્ર યજ્ઞ માં ઋગવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતીમાં ત્રણ દિવસ સુધી ચારે વેદની ઋચાનું ગાન થશે. આ  21 કૂંડી મહારૂદ્ર યજ્ઞ ની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે, આ  21 કૂંડમાં શિવજીને રિઝવવા માટે સવા બે લાખથી પણ વધુ આહૂતિ અપાશે.

21 કૂંડી મહારૂદ્ર યજ્ઞના આયોજક જીજ્ઞેશભાઇ શુકલે જણાવ્યું હતું કે, મહારૂદ્ર યજ્ઞ ત્રિજન્મ પાપસંહારક અને પિતૃદ્ધારક છે. વ્રત જપ, તપ અને યજ્ઞ મનુષ્ય જન્મના ઉત્તમ કાર્ય વેદોમાં ગણાવાયા છે. તેમાંથી કળિયુગમાં આ ચાર પૈકી કોઇ પણ કર્મ કરવામાં આવે તો તેનું સહસ્ત્રગણું ફળ મળે છે. જો કે કળિયુગમાં આ યજ્ઞ કરવાનું કામ કઠિન છે, ખર્ચાળ અને ઘણો માનવશ્રમ માગી લેતું કામ છે. પરંતું જો આ શ્રમ ઉઠાવીને પણ કળિયુગમાં જો આ યજ્ઞ કરવામાં આવે તો તેમાં ભાગ લેનાર સહુ કોઇને મનવાંચ્છિત ફળની પ્રાપ્તી થાય છે. વધુમાં આ યજ્ઞના કારણે દેશ અને સમાજમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધી વધે છે. પરસ્પર સહકાર અને સમન્વયની ભાવના વધે છે. કૃષિ અને વ્યાપાર ક્ષેત્રે પણ ઉન્નતિ થાય છે.

This slideshow requires JavaScript.

આ યજ્ઞમાં કાયાવરોહણ તિર્થ સેવા સમાજના ટ્રસ્ટી શ્રી અરુણભાઇ પટેલ સહિતના ટ્રસ્ટીગણના સંપૂર્ણ સહાકર સાથે તા. 3જીએ રવિવારે મહાઆરતી અને તા. 4થી મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહૂતિ બાદ મંદિરના જ પ્રાંગણમાં શિવજીની રાત્રીની પ્રહર પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 300થી વધુ જોડાં પૂજામાં જોડાશે. જ્યારે મહારુદ્ર યજ્ઞમાં દેશ ઉપરાંત વિદેશથી પણ શિવભક્તો જોડાનાર છે.
આતંકવાદના ભસ્માસૂરને બાળવા યજ્ઞના માધ્યમથી પ્રાર્થનાઃ શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે.

મહારુદ્ર યજ્ઞના પ્રથમ દિવસે ફૂલવામામાં આતંકી હુમલામાં શહીદી વ્હોરનારા દેશના વીર જવાનોને તા. 2જી માર્ચે બે મિનીટનું મૌન પાળીને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. પુરાણ કાળમાં શિવજીએ જ દેવોને કનડતા ભસ્માસુરના વિનાશ માટે રુદ્રાવતાર ધારણ કર્યો હતો. તેવી જ રીતે દેશની રક્ષા કરતા એક એક જવાનોમાં પણ રુદ્રની તાકાત આવે તેમજ પાકિસ્તાન અને આતંકવાદ જેવા ભસ્માસૂરને જવાનો ત્રીજું નેત્ર ખોલી બાળવામાં સફળ થાય તેવી વેદમંત્રો દ્વારા વિદ્વાન ભૂદેવો મહાદેવને પ્રાર્થના કરશે.