દુઃખદ ઘટના : નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, પુરવઠો ખોરવાઈ જતા અત્યાર સુધીમાં 22 દર્દીના મોત

www.mrreporter.in
Spread the love

મુંબઈ- મી.રિપોર્ટર, ૨૧મી એપ્રિલ. 

દેશમાં કોરોનાની બીજી લહેર ઘણી જ ઘાતક છે. બીજી લહેર નો લોકો ભોગ બની રહ્યા છે, જેને લીધે લોકો ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.  હોસ્પીટલમાં પણ ઓક્સીજનની અછત સર્જાઈ છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિકની એક હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ઘટી. ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઈ જતા ઓક્સિજનનો સપ્લાય લગભગ અડધા કલાક સુધી ઠપ થઈ ગયો. જેના કારણે પુરવઠો ખોરવાઈ જતા 22 જેટલા દર્દીઓના અત્યાર સુધીમાં મોત થયા છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

પ્રાપ્ત  માહિતી મુજબ, નાસિકના ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થયો તે વેળા એ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર 23 દર્દી હતા. જ્યારે કુલ 171 દર્દી હતા. ઓક્સિજન લીક થયા બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. જોકે આ ઘટના ને પગલે રેસ્ક્યૂ માટે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે હાલાત કાબૂમાં કરી છે. 

www.mrreporter.in

 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.