રાવપુરામાં પાર્કિગ કરતા ગ્રાહકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલતા વેપારીઓનો સ્વયંભૂ બંધ, પોલીસ અને વેપારીઓ વચ્ચે માથાકૂટ, જુઓ વિડીયો..

www.mrreporter.in
Spread the love

બિઝનેશ -વડોદરા, મી.રિપોર્ટર, 6ઠ્ઠી માર્ચ. 

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં પરિણામ જાહેર થતાં ની સાથે જ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ એવા દબાણ હટાવવાની કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરવામાં આવી છે, ત્યારે આજે રાવપુરા વિસ્તારમાં કામગીરી કરવા ગયેલી ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ વિરૂદ્ધ પાર્કિંગ કરનાર દુકાનદારો અને ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો પાસે રૂપિયા 500 દંડ વસૂલતા વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ ઉપરાંત વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખીને પોલીસની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એક તબક્કે પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. વેપારીઓએ ટ્રાફિક પોલીસની કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ વિભાગની ટ્રાફિક ટીમ દ્વારા રાવપુરા, અમદાવાદી પોળથી લઇને કોઠી ચાર રસ્તા સુધી ટ્રાફિકને અડચણરૂપ એવા દબાણો તેમજ પાર્કિંગ માટેના જે પીળા પટ્ટા લગાવ્યા હતા, તે અંગે કામગીરી શરૂ કરતા વેપારીઓએ વિરોધ શરૂ કર્યો હતો અને ટ્રાફિક ટીમના કર્મચારીઓને કામગીરી કરતા અટકાવ્યા હતા. જેથી વેપારીઓ અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. વેપારીઓએ જણાવ્યું હતું કે, પહેલાં પાર્કિંગની વ્યવસ્થા કરો પછી કામગીરી કરો. લોકડાઉનમાં વેપારીઓની હાલત કફોડી બની ગઇ છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.