તૌક્તે વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ માત્ર 260 KM દૂર, એપ્લિકેશન થી જાણો live લોકેશન ? વાંચો

www.mrreporter.in
Spread the love

અમદાવાદ-મી.રિપોર્ટર, 17મી  મે .

કેરલ, કર્ણાટક અને ગોવાના તટીય વિસ્તારોમાં રવિવારે તબાહી મચાવ્યા બાદ તૌક્તે વાવાઝોડું (Cyclone Tauktae) ઉત્તરમાં ગુજરાત તરફ આગળ વધ્યું છે.  તૌક્તે વાવાઝોડું  સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે. અત્યારે તૌકતે વાવાઝોડું 260 કિમી દૂર છે.  તમે તૌક્તે વાવાઝોડું   ક્યાં પહોંચ્યું તે નીચે આપેલી લિંક ને ક્લિક કરીને એપ્લિકેશન થી જાણો live લોકેશન ?

ક્લિક કરો live લોકેશન  :  (1)  તૌક્તે વાવાઝોડું ક્યાં છે ? હાલ ? 

                                                   (2)  તૌક્તે વાવાઝોડું ક્યાં છે ? 

માટે  ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે તૌક્તે ગુજરાત (Gujarat) ના દરિયા સાથે ટકરાવવાની સંભાવના છે. જેથી ગુજરાતના નીચાણવાળા તટીય વિસ્તારમાંથી લગભગ દોઢ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે એનડીઆર અને એસડીઆરની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

17 મેના રોજ ગુજરાતનાં દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. 17 મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 17 અને 18 મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં 70થી 175 કિલોમીટર સુધીનો પવન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત 17 જિલ્લામાં 15 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.