રાજ્યમાં કોરોના પોઝીટીવના કેસનો કુલ આંકડો 18 પર પહોંચ્યો : વડોદરામાં એક વૃદ્ધા નું મોત : કોરોના વાઈરસથી મોતની આશંકા

Spread the love

 તમામના નામ જાહેર થશે :  ક્વોરેન્ટાઈનમાંથી સર્ટિફિકેટ વિના બહાર નીકળ્યા તો પોલીસ ફરિયાદ અને જેલ

હેલ્થ- વડોદરા, મિ.રિપોર્ટર, ૨૨મી માર્ચ

ગુજરાત રાજ્યમાં  આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં  અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1,વડોદરા- 3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ સમાવેશથાય છે.  આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે. આ નામ જાહેર કરવાને કારણે તેમની આસપાસમાં રહેતા અને સંપર્કમાં આવેલા લોકોને જાણ થશે. જેથી તેઓ સામેથી સરકારી હોસ્પિટલમાં આવે અને ટેસ્ટ કરાવે. આ પ્રકારના લોકોને તાત્કાલિક સારવાર મળે અને બીજાને ચેપ ન લાગે અને વ્યાપ અટકાવવા માટે નિર્ણય લેવાશે એમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની SSG હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ  શહેરના પ્રતાપનગર ખાતે રહેતી એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જે કોરોના વાઈરસ થી પોઝીટીવ હોવાનું કહેવાય રહ્યું છે. જોકે હજુ રીપોર્ટ બાકી છે. આ ઘટના ને પગલે આરોગ્ય વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. 

  • અમદાવાદ- 7, 
  • ગાંધીનગર-3, 
  • કચ્છ-1,
  • વડોદરા- 3,
  • રાજકોટ-1
  • સુરત-3

273માંથી 18 પોઝિટિવ, 253 નેગેટિવ અને બેના રિપોર્ટ બાકી

રાજ્યમાંથી કુલ 273 સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં 18 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે 253 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. તેમજ બેના રિપોર્ટ આવવાના બાકી છે. આ 18 પોઝિટિવ કેસમાં 11 દર્દીઓ વિદેશથી ગુજરાત આવ્યા છે. હવે નવા પેસેન્જર વિદેશથી હવે આવશે નહિં. જ્યારે 6000ને લક્ષણ જણાયા નથી.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)