વડોદરા-મિ.રિપોર્ટર, ૨૩મી માર્ચ
નવરચના યુનિવર્સીટીમાં ” TEDxNUV” ના 2nd એડિસનમાં Where’s the box ? વિષય પર યુવા નિષ્ણાંત હટકે ફંડે રજુ કરશે. જેમાં ૫ હજાર જેટલા પક્ષીઓના અવાજને રેકોર્ડ કરનાર થી લઈને m.Tech છોડીને ફાર્મિંગ કરનાર યુવાન પોતાની કહાની રજુ કરીને યુવા વિદ્યાર્થીઓને કઈક નવું કરવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે પ્રેરણા આપશે.
આ અંગે નવરચના યુનિવર્સીટીના વીસી ડો. નિલય યાજ્ઞિકે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે, યુવાઓ આઉટ ઓફ ધી બોક્સ વિચારે એટલે કે પોતાના મગજનો કઈક અલગ વિચારવા માટે તૈયાર રહે તેમજ તે દિશામાં વિચારતો થાય તે માટે ” TEDxNUV” ના 2nd એડિસનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ” TEDxNUV” ના 2nd એડિસનમાં દેશભરના પ્રતિભાશાળી યુવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યુવાનો પરંપરાથી કઈક અલગ વિચારે છે અને તેનો અમલ પોતાના જીવનમાં કર્યો છે. તેના બદલાવથી તેમણે તેમની આસપાસના લોકોમાં બદલાવ પણ આણ્યો છે. આવા યુવાઓ તેમના જીવનની કહાની વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરશે અને તેમણે પ્રોત્સાહિત કરશે.