ગાંધીનગર, મિ.રિપોર્ટર, ૮લી મે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો – ૧૨ સાયન્સ અને સેમેસ્ટર પધ્ધતિની માર્ચ માસમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ ૯મી મે ગુરુવારના રોજ સવારે ૮ વાગે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org જઈને ઓનલાઈન જોઈ શકશે.
GSEB દ્વારા ધો – ૧૨ સાયન્સની માર્ચ માસમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ ૯મી મે ગુરુવારે સવારે ૮ વાગે બોર્ડની સત્તાવાર વેબસાઈટ જાહેર કરાશે. પરિણામ જાહેર થયા બાદ તે જ દિવસે વિદ્યાર્થીઓ અને વાલીઓ ધો – ૧૨ સાયન્સ અને સેમેસ્ટર પધ્ધતિની માર્કશીટ, પ્રમાણપત્ર અને ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ની માર્કશીટ પણ પોતાના જીલ્લાની કચેરીમાંથી સવારે ૧૦ થી ૪ દરમિયાન મેળવી શકશે.