એપિસોડ -૨7

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા:ભૂમિકા બારોટ

(એપિસોડ -26: તમે પાછલાં અંકમાં વાચ્યું.. સ્કૂલ નો પ્રોગ્રામ પતાવી ને આકાંક્ષા અને એના મમ્મી પાપા ઘરે જાય છે. આકાંક્ષા વિશ્વાસ વગર જીવતા શીખી ગઈ હતી લગભગ છ મહિના વીતી ગયા પણ વિશ્વાસે સામે થી આકાંક્ષા મળવાનો પ્રયત્ન કર્યો નહોતો. એક દિવસ આકાંક્ષા મંદિર ગઈ ત્યાં એને વિશ્વાસ ની માનેલી બહેન નિશા મળી. એ આકાંક્ષા ને વિશ્વાસ સાથે સંબંધ પુરા કરવા માટે ઘણું ખરું-ખોટું સંભળાવે છે. અને કહે છે કે વિશ્વાસ પોતાના હોશ કોશ ખોઈ બેઠો છે આ સાંભળતા જ આકાંક્ષા ડરી જાય છે.

“ એ તારા પ્રેમ માં એટલો ડૂબ્યો છે આકાંક્ષા કે એ બધી જ જગ્યા એ તને જ શોધે છે. હદ તો ત્યાં થાય છે કે એ તારા ના હોવાના દુખ માં પોતાના બધા કામ છોડી ને બેસી ગયો છે.” નિશા એ કહ્યું.

“ આ સમયે એ ક્યાં હશે? હું એને મળી ને વાત કરવાં માગું છું.” મેં નિશા ને વિશ્વાસ નું એડ્રેસ પૂછતા કહ્યું.

“ કદાચ તમે રોજ સવારે મળતા હતાં એ જ મંદિર માં…….” નિશા એ જરા વિચારતા કહ્યું.

“ ઠીક છે ….. ચાલ પછી મળું…. બાય….” હું નિશા ને મળી ને નીકળી.

હું એક અવિશ્વાસ સાથે વિશ્વાસ ના હાલ જોવાની ઉત્સુકતામાં ત્યાં થી નીકળી. મારૂ મન હજી નિશા ની વાત માં સહમત નહોતું થયું.

વિચાર આવતા હતાં કે મેં તો વિશ્વાસ ને પોતાની જાત ને નિર્દોષ સાબિત કરવાનો મોકો આપ્યો હતો તો એ સાચો હતો તો કેમ ફરી સામે ના આવ્યો????? શું નિશા ખોટું બોલે છે??? કે મેં વિશ્વાસ ને ખોટો સમજી લીધો છે???? બધા વિચારો સાથે હું મંદિર પહોંચી.

મને ત્યાં કોઈ જગ્યા એ વિશ્વાસ ના દેખાયો. હું અને વિશ્વાસ રોજ મંદિર જતા હતાં એટલે મંદિર ના પુજારી લગભગ અમને ઓળખતા હતાં. એટલે મેં વિચાર્યું કે હું એમને પુછુ કે વિશ્વાસ મંદિર આવ્યો હતો કે નહી?

“ જય શ્રી ક્રિષ્ના મહારાજ ……” મેં પુજારી ને કહ્યું.

“ જય શ્રી ક્રિષ્ના બેટા ………“ પુજારી એ સામે જવાબ આપ્યો.

“ મહારાજ તમે વિશ્વાસ ને ઓળખો ને???” મેં સવાલ કર્યો.

“ હા… હા…. કેમ ના ઓળખું??? પણ આજકાલ દેખાતા નથી મંદિરે શું ક્યાંય બહાર ગયા છે????” પુજારી ને મને સવાલ કર્યો.

“કેટલા દિવસ થી મંદિર નથી આવ્યો?” મેં પુજારી ને પૂછ્યું.

“ લગભગ ત્રણ ચાર મહિના થયા.મને લાગ્યું કે ક્યાંય બહાર ગયા છે. એવું જ છે ને ?” પુજારી એ કુતુહલ વશ મને પૂછ્યું.

“ હા “ મેં જવાબ આપ્યો.

પુજારી જોડે વાત પતાવી ને મંદિરે દર્શન કરી હું ત્યાં જ મંદિર ના બગીચા માં બેઠી. વિશ્વાસની રમત મારી સમજ બહાર હતી. એ કોની જોડે રમી રહ્યો છે પોતાની જોડે? મારી જોડે ? કે પછી ….. કદાચ….. કોઈ નવી છોકરી ?????? અને આ બધું વિચારતા યાદ આવ્યું કે આ બધા નો મતલબ કે નિશા ખોટું બોલતી હતી.

પણ કેમ? જો વિશ્વાસ અહી નથી તો ક્યાં હશે? ઓફીસ??? શું હું ત્યાં જવ? એ એટલા મહિના થી મંદિર કેમ નથી ગયો?શું વિશ્વાસ માટે મને જે ખોટા વિચારો આવે છે તે સાચા છે? હું એક વાર ઓફીસ જઈ આવું. એમ વિચારી ને હું વિશ્વાસ ની ઓફીસ જવા નીકળી. રસ્તા માં ઘણાંય વ્હીકલ આવતા જતા હતાં, ઘણો હોર્ન નો અવાજ આવતો હતો …

જે મને આજે ગુસ્સો કરાવતા હતા, કારણ કે એનાથી મારા વિચારો થંભી જતા હતાં. આમ જતા જતા એક સિગ્નલ પર વાહનો રોકાયા અને સાથે મારે પણ ના છુટકે રોકાવું પડ્યું. એક મિનીટ ના રોકાણ સમય માં એ સ્વાભાવિક છે કે આપડે આજુ બાજુ ના વાહનો પર નઝર કરીએ અને હું પણ આજ રીતે બધું જોઈ રહી હતી ત્યાં જ મારી નઝર એક i20 પર રોકાઈ ગઈ…..અને મારી નઝર જે જોઈ રહી હતી એના પર મને વિશ્વાસ નહોતો આવતો.

સિગ્નલ ક્યારે ચાલુ થયું મને એ ભાન જ નહોતું….. મેં વિચાર્યું કે આજે ફરી એક વાર હું છેતરાઈ…..મારી આંખ માંથી ના ચાહવા છતાં આંસુ નીકળી ગયા અને ત્યાં જ મારી પાછળ ની કાર વાળા કાકા બાજુ માં કહેવા લાગ્યા,” અરે બહેન આગળ જવા દો….. તમે તો ટ્રાફિક જામ કર્યો….. સિગ્નલ ક્યારનુંય ચાલુ થઇ ગયું છે”

  • વાંચકો આપને આ સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
One thought on “આજે ફરી એક વાર હું છેતરાઈ…..મારી આંખ માંથી ના ચાહવા છતાં આંસુ નીકળી ગયા”

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: