આજથી લગ્ન તેમજ અન્ય શુભ કાર્યો માટે ની શરૂઆત કરવામાં આવશે

મિ.રિપોર્ટર, ૧૯મી નવેમ્બર, સંજય પાગે

આજે દેવઉઠી એકાદશી . આજથી લગ્ન તેમજ અન્ય શુભ કાર્યો માટે ની શરૂઆત કરવામાં આવશે.કાર્તિક વદ અગિયારસને દિવસે શ્રીમંત મહારાજા ગાયકવાડ સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વડોદરાના સૈકા પુરાણા વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરાગત રીતે શ્રી હરિ ને ચાંદીની પાલખીમાં બેસાડીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યાર બાદ વાજતે ગાજતે વિઠ્ઠલનાથજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.  આ રીતે શ્રીહરિ ને નગરચર્યા કરાવવાની 200થી વધારે વર્ષ જૂની પરંપરા છે.

 વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ પુરાણા વિઠ્ઠલનાથજી ના મંદિરે ખાતે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં શ્રીમંત મહારાજા ગાયકવાડ પરિવારના યુવરાજ સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવ હતી .ત્યાર બાદ રાજવીએ મેયરની ઉપસ્થિતિ તેમજ શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શોભાયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું. ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીની પાલખીમા બેસીને ભક્તોને દર્શન આપવા શહેરના રાજમાર્ગો પર નીકળ્યા હતા. વડોદરા શહેર ના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ , રાજકીય આગેવાનો શોભા યાત્રામાં જોડાયા હતા. શરણાઈ ઢોલ,બેન્ડવાજા તેમજ ભજન મંડળીઓ ભગવાન વિઠ્ઠલનાથજી ની શોભાયાત્રામાં જોડાઈ હતી. સાથે શહેરના રાજમાર્ગો પર નીકળી. ઠેર ઠેર ભાવિક ભક્તો શ્રીહરિના દર્શસને ઉમટયા હતા. અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા. નગરચર્યા કર્યા બાદ શ્રીહરિ પુનઃ નિજ મંદિરે પરત ફરશે. રાત્રે 8થી12 સુધી શ્રીહરિના તુલસી સાથે શાસ્ત્રોક્ત વિધિથી વિઠ્ઠલ મંદિરમાં તુલસી લગ્ન થશે.

This slideshow requires JavaScript.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: