વડોદરા-મી રિપોર્ટર, સત્યમ નેવાસકાર, ૧૨મી એપ્રિલ

શહેરના શ્રી પ્રતાપ રોડ યુવક મંડળ દ્વારા સંસ્કૃતિ ભારત વર્ષ કી “બહરદાર નૃત્ય અવીષ્કાર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પી.એચ.ડી મુંબઈ ડબ્બાવાલા ડૉ.પવન અગ્રવાલના ગુજરાતી પુસ્તક ” મુઠી ઊંચેરો માનવી” નું આજે વિમોચન કરાશે. આ પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં ચાર્લી ચેપ્લીન ફેમ અભિનેતા અને ઈલેકશન કમીશન ઓફ ઇન્ડિયા ૨૦૧૯ ના આઈકોન રાજન કુમાર તથા અભિનેત્રી-લીમ્કા બૂક ઓફ રેકોર્ડ હોલ્ડર ખ્વાહીશ ગર્લ પણ વિશેષ ઉપસ્થિત રહેશે. 

પી.એચ.ડી મુંબઈ ડબ્બાવાલા ડૉ.પવન અગ્રવાલના ગુજરાતી પુસ્તક ” મુઠી ઊંચેરો માનવી” ના વિમોચન કાર્યક્રમમાં  મુખ્ય અતિથી તરીકે વડોદરાના રાજમાતા શ્રી શુભાંગીની રાજે  ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ  ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ ના એમ.ડી ડૉ.દર્શન બેંકર તેમજ  બી.આર.જી ગ્રુપના બકુલેશ ગુપ્તા વિશેષ હાજર રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમના આયોજકો અનિલભાઈ પાંગરે,  નીતિનભાઈ કાલે ,  સંતોષભાઈ ગરુડ,  પ્રકાશભાઈ માલુસરે અને  અદેશભાઈ ગાવડેએ ખુબજ મહેનત કરી છે. તેઓએ આચાર સહિતાનો કોઈ ભંગ ન થાય તેની વિશેષ કાળજી લીધી છે. અકોટા વિસ્તારમાં આવેલા કોર્પોરેશન ગ્રાઉન્ડ , ડી માર્ટની પાછળ કાર્યક્રમ ૬:૦૦ વાગે શરુ થશે. 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: