વડોદરા, મિ.રિપોર્ટર, ૧લી મે.

ગુજરાત સહીત સમ્રગ દેશમાં ઊનાળા ની કાળઝાળ ગરમી પડવા ના કારણે માનવ જન-જીવન ત્રસ્ત થઇ ગયું છે. ત્યારે આકાશ માંથી અગનજ્વાળા ઓ વરસી રહી છે. ગરમી ના કારણે માત્ર માનવો જ નહિ પરંતુ વન્યજીવો  પણ ગરમી થી ત્રાહિમામ પોકરી ગયાં છે… જો કે વડોદરા સેવાસદન સંચાલીત સયાજી ઝુ માં પ્રાણી ઓને ગરમી ના લાગે તેમજ હિટવેવ થી પ્રાણીઓ તથા પંખીઓ બીમાર ના થઇ જાય,  તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખી ને હરણ , સાબર અને ચિમ્પાન્ઝીને ગ્લુકોઝ નું પાણી આપવામાં આવે છે.  જ્યારે હિમાલયન રીંછ ને ફોર્ઝન કરેલા ઠંડા ફળો આપવામાં આવી રહ્યાં છે.

દેશ ની સેન્ટ્રલ ઝુ ઓથોરીટી ના માર્ગદર્શન હેઠળ કાર્યરત વડોદરા સેવાસદન સયાજીબાગ ના ઝુ માં 19 જાત ના સસ્તન પ્રાણી તેમજ 75 પ્રકાર ના દેશ વિદેશ ના પંખીઓ રાખવામાં આવેલાછે. જો કે હાલ માં ઊનાળાની ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે પ્રાણી ઓને ગરમી સામે રક્ષણ મળે તે માટે દિવસમાં  ત્રણ વાર દરેક પિંજરા પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે. ખાસ કરીને  ચિમ્પાન્ઝી અને વિદેશી પંખીઓ માટે પીવા ના પાણીમાં ગ્લુકોઝ ઊમેરવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ પણ તેમને  ફોર્ઝન કરેલા ફળો દિવસ માં ત્રણ વાર આપવા માં આવી રહ્યાં છે. જેથી આ પ્રાણી ઓને હિટવેવ ની સામે રક્ષણ મળી શકે.  જો કે ગરમી સામે રક્ષણ મળી શકે તે માટે ઝુ ના અધિકારીઓઓ દ્વારા દરેક પશુ અને પંખી ને ખોરાકમા પણ ફળ તેમજ પ્રોટીન મળી રહે તેવો ખોરાક આપવામાં આવે છે. ખાસ કરીને  જંગલી પ્રાણી ઓ જેવા કે વાધ,સિંહ અને દિપડા ના પાંજરા પર પણ ધાસ અને ગ્રીન કાર્પેટ લગાવવામાં આવી છે. જેથી સીધો તડકો આ પ્રાણીઓ પર ના પડે અને ગરમી થી વન્યજીવો ને રાહત મળી શકે તેવી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે….જુઓ..વિડીયો….

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: