દિકરો લીડર બને તે માટે ગૂગલ નામ રાખ્યું અને દુનિયાના સૌથી શક્તિશાળી નામ તરીકે નો એવોર્ડ મેળવ્યો…વાંચો સ્ટોરી…

દેશ-વિદેશ, મિ.રિપોર્ટર, ૧૭મી જુલાઈ.

ઈન્ડોનેશિયામાં એક દંપતિએ તેના બાળકનું નામ ગૂગલ રાખ્યું છે. તેને દુનિયાના સૌથી શક્તિશાળી નામ તરીકેનો એવોર્ડ મળ્યો છે. માતાપિતાનું માનવું છે કે દિકરો મોટો થઈને લીડર બનશે. દીકરાનું નામકરણ કર્યા પછી મજાકનો ભોગ બન્યા પછી માતાપિતા દીકરાને ગૂગલ નામથી બોલાવતા અચકાતા હતા. પરંતુ હવે લોકોનો સકારાત્મક અભિપ્રાય મળ્યા પછી તેમને ગર્વ થઈ રહ્યો છે.

બાળકના પિતા એન્ડી સુપુત્રા ઇચ્છતા હતા કે દિકરાનુ નામ બિલકુલ અલગ હોવું જોઈએ. તેમને કોઈ યોગ્ય નામ ન મળ્યું. તેમને નક્કિ કર્યું કે બાળકનું નામ ટેકનોલોજી પર રાખશે. તેથી પહેલા વિન્ડોઝ, આઈફોન અને માઈક્રોસોફ્ટ જેવા નામ વિચાર્યા પછી ગૂગલ નામ રાખ્યું. તેમનું કહેવું છે કે આજની તારીખમાં આ શબ્દ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ ઉપયોગ કરવામાં આવનાર સર્ચ એન્જીન છે.

એન્ડીને પૂછવામાં આવ્યું કે સરનેમ કેમ નથી જોડવામાં આવી તો તેમનું કહેવું હતું કે હું ગૂગલની સાથે કોઈ બીજો શબ્દ જોડીને તેને કમજોર બનાવવા નથી ઇચ્છતા. હું ઇચ્છુકે ગૂગલની જેમાં મારો દિકરો બધાની મદદ કરે અને લોકોના કામમાં આવે. તેમણે કહ્યું કે મને ગૂગલનો પિતા કહેવામાં આવશે.

ગૂગલની માતા એલાના જણાવ્યા અનુસાર, બાળકનું નામ રાખવા પર લોકોએ તેમની મજાક ઉડાવી હતી. પરંતુ અમે લોકોની વાતોથી હેરાન ન થયા અને અમારા નિર્ણય પર અડગ રહ્યા.

(  જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whats App no 7016252600 & 7016252800 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. )

Leave a Reply