TMC સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાંનો ચોંકાવનારો ખુલાસો, મારા નિખિલ સાથે લગ્ન ભારતમાં માન્ય જ નથી : નુસરત હાલ પ્રેગ્નેન્ટ છે

www.mrreporter.in
Spread the love

રાજકારણ -દિલ્હી, મી.રિપોર્ટર, 9મી જૂન.

TMC સાંસદ અને એક્ટ્રેસ નુસરતે પ્રેગ્નેન્સી અને પતિ નિખિલ જૈન સાથેના સંબંધોને ભારે વિવાદમાં રહ્યાં બાદ આજે  TMC સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાંએ પોતાની સામે ઉભા થયેલા પ્રશ્નોનો જોરદાર જવાબ આપ્યો છે.  નુસરત જહાંએ  પોતાના એકાઉન્ટ પર ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને નિખિલ પર ઘણાં આરોપ લગાવ્યા છે.  તેણે કહ્યું છે કે, તેના અને નિખિલ જૈનના લગ્ન તુર્કી કાયદા પ્રમાણે થયા છે. તુર્કી મેરેજ નિયમ પ્રમાણે એક વિદેશી ધરતી પર આયોજિત થયા હોવાથી આ સેરેમનીને માન્ય ગણી શકાય નહીં. તે ઉપરાંત અમારા મેરેજ આંતરધર્મીય છે. આ લગ્ન કાયદા પ્રમાણે ભારતમાં માન્ય નથી.

www.mrreporter.in

અત્રે ઉલ્લેખનીય છે કે,  નુસરત છેલ્લાં છ મહિનાથી તેના પતિથી અળગ રહે છે. હાલ તે પ્રેગ્નેન્ટ છે અને તેના પતિને આ વિશે કઈ ખબર નથી. નુસરતના નિખિલ જૈન સાથે 2019માં તુર્કીમાં ડેસ્ટિનેશન વેડિંગ થયા હતા.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

નુસરતે તેના નિવેદનમાં લખ્યું છે કે,અમે છૂટા પડ્યા પછી પણ એણે મારા એકાઉન્ટ્સમાંથી પૈસા લીધા છે. મેં ઉચ્ચ બેન્કિંગ ઓથોરિટીને આ વિશે જાણ કરી દીધી છે અને હવે ટૂંક સમયમાં આ વિશે એક પોલીસ ફરિયાદ પણ કરવાની છું.  તે મારી જાણ બહાર અને મારી મંજૂરી વગર મારા જુદા-જુદા બેન્ક એકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડતો હતો અને તેનો દૂરઉપયોગ કરતો હતો. 

બીજીબાજુ  નુસરત જહાં છેલ્લાં 6 મહિનાથી પ્રેગનેન્ટ છે અને તેમના પતિ નિખિલ જૈને આ પ્રેગ્નેન્સી અંગે કંઈ જ જાણતો ન હોવાનું કહ્યું છે. નુસરતના પતિ નિખિલે તો ત્યાં સુધી કહ્યું છે કે નુસરતનું બાળક પોતાનું નથી.

આ ઉપરાંત નુસરત જહાંની ચર્ચા આજકાલ બાંગ્લા એક્ટર અને ભાજપના નેતા યશ દાસગુપ્તા સાથે પણ થઈ રહી છે. નુસરત અને યશ બંને રિલેશનશિપમાં હોવાનું ચર્ચાય રહ્યું છે. બંને અનેક વખતે એક સાથે જોવા મળ્યા અને આ વર્ષે ન્યૂયરનું સેલિબ્રેશન પણ બંનેએ સાથે રાજસ્થાનમાં કર્યું હતું. 

www.mrreporter.in

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.