હાલોલ પાવાગઢ રોડ ખાતે આવેલા ટાયરના ગોડાઉનમા ભીષણ આગ…જુઓ…

Spread the love

ગોધરા, ૨૮મી નવેમ્બર, રાજુ સોલંકી.

હાલોલ પાવાગઢ રોડ ખાતે આવેલ ગાયત્રી મંદિર નજીક સ્ક્રેપ ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. આગ એટલી ભીષણ હતી કે તેને કાબુમાં લેવા હાલોલ નગરપાલિકા ના ફાયર ફાઇટર તથા નજીક માં આવેલ મોટી કંપનીઓના ફાયર ફાઈટરો બોલવી લેવામાં આવ્યા હતા ત્રણ કલાક જેટલી ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. બનાવને પગલે પોલીસ,ફાયર બ્રીગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતો.

હાલોલ પાવાગઢ રોડ પર ટાયરનુ ગોડાઉનમાં આગ લાગતા આજુ બાજુ દુકાનો તથા રહેણાંક વિસ્તારમાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો આગમાં કેટલું નુકશાન થયું છે અને આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. હાલોલ નગરમાં ટાયર તથા અન્ય સ્ક્રેપના ઘણા ગોડાઉનો આવ્યા છે છતાં પણ આ ગોડાઉનમાં કોઈ સેફટી ના સાધનો વસાવવામાં આવ્યા નથી સ્ક્રેપના ગોડાઉનમાં આગના બનાવો અનેક બનતા હોવા છતા તંત્ર ઘ્વારા કોઈ પગલાં લેવમાં આવતા નથી.

This slideshow requires JavaScript.