વડોદરા, મિ.રિપોર્ટર, ૫મી જાન્યુઆરી

શહેરના ગોરવા વિસ્તારમાં સમતા રોડ ઉપર આવેલી પાવનધામ સોસાયટી પાસે પુરપાટ પસાર થઇ રહેલા કાર ચાલકે 3 વ્યક્તિઓને અડફેટમાં લીધા હતા. અકસ્માત થતાંજ કાર ચાલક કાર સ્થળ પર મૂકીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ઘટના બનતાજ દોડી આવેલા લોકોએ કાર ચાલકને ઝડપી પાડી પોલીસ હવાલે કરી દીધો હતો. કાર ચાલક દારૂ પીધેલાનું જણાઇ આવ્યું હતું. પોલીસે કાર ચાલક સામે માત્ર પીધેલાનો કેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોરવા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે,  શહેરના ગોરવા વિસ્તારમાં બી-19, ડાહીબાનગરમાં રહેતો પ્રજ્ઞેશ કાશીભાઇ પટેલ આજે સવારે કાર લઇને સમતા રોડ ઉપરથી પુરપાટ પસાર થઇ રહ્યો હતો. દરમિયાન પાવનધામ સોસાયટી પાસે તેને કાબુ ગુમાવતા રસ્તા ઉપર ચાલતા જઇ રહેલા 3 શ્રમજીવીઓને અડફેટે લેતા અફડા-તફડી મચી ગઇ હતી.  અકસ્માત સર્જાતાજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને કાર ચાલકને દબોચી લીધો હતો. આ સાથે આ બનાવની જાણ ગોરવા પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. કાર ચાલક પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી પોલીસ મથકે લઇ ગઇ હતી.  ગોરવા પોલીસે તેની સામે પીધેલાનો કેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે  ઉલ્લેખનીય છે કે, બેકાબુ બનેલી કાર ઉપર ઓન ડ્યુટી વી.એમ.એસ.એસ. લખેલું હતું.  કાર કોર્પોરેશનના વોર્ડ નંબર-10ના કોઇ અધિકારીની હતી. 

This slideshow requires JavaScript.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: