પ્રેમના નામે હિન્દુ યુવતીઓને બહેકાવીને ધર્માંતર કરનારા હવે સાવધાન, સજા નો ઇંતેજામ …કૈસા એ ઇશ્ક હૈ?

www.mrreporter.in
Spread the love

આ ફક્ત તે નિકિતાની કહાની નથી કે, જે 26 ઓક્ટોબરે મારી નાખવામાં આવી..બલ્કે, હરિયાણાના ફરીદાબાદમાં એક મુસ્લિમ યુવક તૌસીફે નિકિતા તોમર નામની હિન્દૂ યુવતી ની સરેઆમ તે માટે હત્યા કરી કે, તે ન જબરદસ્તી તેની સાથે લગ્ન કરવા માંગતો હતો બલ્કે તેની પર ધર્મ બદલવા પર પણ દબાણ નાખી રહ્યો હતો. અને તે ન માનતા તેની સરેઆમ હત્યા કરવામાં આવી…અને આ મામલો દેશભરમાં તેટલો ગુંજ્યો કે, આખરે લવ જેહાદને એક ચેલેન્જ સમજી તેના પર દેશના અલગ અલગ રાજ્યોમાં કાયદા બનાવવાની કવાયત  શરુ થઇ છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથે આખરે તેની શરૂઆત કરીને લવ જિહાદ અંગે નો કાયદો બનાવ્યો.  ઉત્તર પ્રદેશના પગલે હરિયાણા અને મધ્ય પ્રદેશની ભાજપ શાસિત રાજ્ય સરકારો પણ આવો કાયદો લાવી છે.  ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં લવ જેહાદ (Love Jihad) ના કાયદાને લઈને માંગ ઉઠવા પામી હતી. જેથી લઇને આજે  ગુજરાત વિધાનસભામાં આજે લવ જેહાદ વિરોધી કાયદો લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાત (Gujarat) માં જેહાદી તત્વો સામે સખતાઈથી કામ લેવાશે. તેમજ લવ જેહાદ (Love Jihad) ના આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવમાં આવશે. 

કેમ લવ જિહાદ નો કાયદો ઘડવાની જરૂરીઆત ઉભી થઇ, જુઓ થોડા કિસ્સાઓ…

(1) 22, સપ્ટે. (યુપી) સોનભદ્રમાં પ્રિયા સોનીને મારી નાખવામાં આવી. કેમ કે, તેણે તેના પતિના ધર્મનો સ્વીકાર કરવાની મનાઈ કરી હતી..  (2) જૂન 2020 માં હરિયાણામાં ટિક્ટોક સ્ટાર શિવાનીને આ જ કારણોસર તેના દોસ્તો દ્વારા મારી નાખવામાં આવે છે….(3) ફેબ્રુઆરી 2020 માં હલ્દીયામાં રામ ડે અને રિયા દે ને જીવતા બાળી નાખવામાં આવે છે…(4)  જાન્યુઆરી 2020માં રેશ્મા મંગલાનીને મારી નાખવામાં આવે છે…કેમ કે તેના કટ્ટરવાદી પતિને તેની પત્ની એફબી પર સક્રિય રહે તે પસંદ ન હતું.. આ જ પ્રકારે માનવી મલ્હોત્રા…ખુશી પરિહારના પણ આવા જ કિસ્સા છે…

જો ગુજરાતની વાત કરીએ તો અનેક કેસો લવ જિહાદના બન્યા છે. સુરતના વલસાડમાં પણ આવો કિસ્સો નોંધાયેલો છે. એજ રીતે વડોદરામાં હિન્દુ બ્રાહ્મણ યુવતી સાથે પણ આવી ઘટના બની.  આજે જ વડોદરાના ગોરવા ખાતે રહેતી  પરણિત યુવતીએ લવ જેહાદના સંદર્ભમાં, લગ્નના છ વર્ષ બાદ વિધર્મી પતિ દ્વારા અપાતા ત્રાસ સામે  પોલીસ ફરિયાદ હતી અને હિન્દુ યુવતીના સમર્થનમાં હિંદુ જાગરણ મંચ  પણ એક્શનમાં આવી ને યુવતીને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી. 

ત્યારે ઉલ્લેખનીય છે કે, આ કેટલીક તેવી ઘટનાઓ છે કે, પાછલા એક વર્ષમાં જ કોઈ ધર્મ વિશેષની મહિલાઓની વિરુદ્ધમાં કોઈ ખાસ ધર્મ વિશેષના પુરુષે અંજામ આપી હોય. કે જ્યાં પ્રેમના નામે છેતરીને તેને પ્રતાડિત કરવામાં આવે છે. અહીં આઇટી યુગમાં આવા અપરાધીઓ, આરોપી કે કાતિલના નામ પબ્લિક ડોમેનમાં છે, સરેઆમ જાહેર છે. આસાનીથી ઉપલબ્ધ છે. ત્યારે આ બાબત બિલકુલ કોઈ રીતે વાહિયાત નથી..તે એટલો સંકેત આપે છે કે, કયાક કંઈક સાફસુતરું નથી. નિહાયત શર્મનાક છે. દર્દનાક છે. ધોખો છે. જ્યાં પ્રેમના નામે બલિદાન લઇ જેહાદનું નામ આપવામાં આવે છે.

આપણે ઉપરોક્ત અનેક કિસ્સમાં જોયું કે  જ્યાં પ્રેમમાં પાગલ યુવતીઓ ને  પ્રેમ નામના  જ કોમળ શબ્દ પર જેહાદનું ગ્રહણ  લગાવીને  મોતને ઘાટ ઉતારવામાં આવી હોય..આ કેવો પ્રેમ છે , કે જ્યાં મહોબ્બ્તને નામ પર મોત નો ઇંતેજામ કરવામાં આવે છે..અહીં જેહાદને હટાવી આવી પ્રેમ કરનારાઓ માટે સવાલ છે કે, પવિત્ર પ્રેમ ને ક્રૂરતા પ્રદાન કરવાનો આ કયો રસ્તો છે.? આ ક્યાં લોકો છે કે, જેની નજર પોતાની કટ્ટરતા પોષવા આવી લાગણીશીલ યુવતીઓ પર પડે છે.

જ્યાં પ્રેમનો લાલ રંગ લોહીના લાલ રંગમાં પલટાઈ જાય છે… ત્યારે અગર દેશમાં 2005 નો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ જો ઘડવામાં આવતો હોય તો મુસ્લિમો માફ કરે પરંતુ યુવતીઓના આ બલિદાનોનો સિલસિલો અટકાવવા આવા ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની સામે  વિજયભાઈ રૂપાણીની સરકારે આજે  ગુજરાત વિધાનસભામાં આજે લવ જેહાદ વિરોધી કાયદો લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાત (Gujarat) માં જેહાદી તત્વો સામે સખતાઈથી કામ લેવાશે. તેમજ લવ જેહાદ (Love Jihad) ના આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવમાં આવશે. 

વેલ, અત્યારે ભારતભરના રાજ્યોમાં આ કાયદો લાવવાની ચર્ચાઓ માં ક્યાંક વિરોધ તો કયાક તરફેણનો ગણગણાટ છે .. પરંતુ છેક 29, ડિસેમ્બર 2009 માં લંડનના પોલીસ કમિશ્નર સર ઇયાન બ્લેરે પહેલી વખત આખી દુનિયાને જણાવ્યું હતું કે, “લવ-જેહાદ” પાંગરી રહ્યો છે. જે આખી દુનિયા માટેની એક નોખી સમસ્યા છે. જી, હા કોરોના કાળમાં જ્યાં માનવી ન હિન્દૂ છે, ન મુસલમાન છે છે તો ફક્ત પીડિત પરંતુ આ સમયમાં પણ કેટલાક લોકો પ્રેમ, મહોબ્બત, લવ જેવા કોમળ અને માનવીય સંવેદનાઓને સ્પર્શતા આ પ્યારા શબ્દ સાથે જેહાદ શબ્દ જોડી પ્રેમને નાસૂર બનાવવાનું કામ કરતા માલુમ પડ્યા હતા.. જો,કે આ સમસ્યા જરીપુરાણી છે. 

વિશેષમાં આ બાબત આજે ન કેવળ ધર્માંતરણ માટે ચર્ચામાં છે. બલ્કે અહીં મેરઠ અને મેઘાલયની યુવતીઓ સાથેના બનાવમાં તે બાબત પણ બહાર આવવા પામી હતી કે, આ કાર્ય માટે વિદેશી ફંડિંગ પણ મળી રહ્યું છે, વિશેષમાં આ અંગે હિન્દૂ જનજાગ્રૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ શિંદેના જણાવ્યા અનુસાર, પટનામાં મોદીજીની સભામાં જે બૉમ્બ વિસ્ફોટ થયો હતો તેનું પૂરું ફાયનાન્સ કર્ણાટકની આયેશબાનો નામની યુવતીના નામથી થયું હતું. જેનું અસલી નામ આશા છે. પહેલા તેનું ધર્માતરણ કરવામાં આવ્યું ત્યારબાદ તેના નામે 30 એકાઉન્ટ ખોલવામાં આવ્યા, જે અંગે તેને કોઈ જાણકારી પણ ન હતી. અને તેનાથી પણ વધુ તો તેના આ એકાઉન્ટમાં આતંકવાદીઓની મદદ માટે પાકિસ્તાન અને સાઉદી અરબથી લગભગ 5 કરોડ નાખવામાં આવ્યા. જેમાં આરોપીઓ તો ભાગી ગયા..પરંતુ ગુનેગાર આશા બની છે.

ત્યારે કહેવાનો આશય છે કે, પ્રેમને નામે પ્રપંચના આ ધંધામાં કેવળ વાત યુવતીઓને બહેકાવી ધર્માતરણ સુધી સીમિત નથી,  બલ્કે ધોખો, વાયોલન્સ, હત્યા અને તેનાથી આગળ તો ક્યાંક દેશદ્રોહ અને ત્રાસવાદ સુધી તેના પગેરું જાય છે.. ત્યારે તેને કોઈપણ ભોગે રોકવો જ રહ્યો ..આ પ્રવૃત્તિ ત્રાસવાદી પ્રવૃત્તિની પેરેલલ જ છે. જ્યાં એક મુગ્ધ યુવતીઓને પ્રેમના નામે બહેકાવી તેમની સાથે સંદિગ્ધ અપરાધો આચરવામાં આવે છે…અન્યથા આવા બનાવોને કારણે ક્યાંક સાચો પ્રેમ કરનારા પણ દંડાઈ શકે…બાકી તે બાબત તો જાહેર છે કે, પ્રેમને નાત-જાત, ધર્મ કે કોમના સીમાડા નથી નડતા…અને ન જ નડ્યા હોત…પરંતુ જયારે બનાવોનું લિસ્ટ હદ કરતા વધી જ્યારે ત્યારે પ્રેમ પણ પહેરો માંગે છે..આખરમાં યુવતીઓ પ્રેમ નામના રૂપાળા શબ્દથી અંજાતાં પહેલા આવા બનાવો અંગે જાણે અને જાગે તે પણ જરૂરી છે..

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.