આ ટીવી એક્ટ્રેસ સ્વિત્ઝર્લેન્ડમાં હનીમૂન મનાવી રહી છે, પતિ સાથે કર્યું લિપલોક…જુઓ..

સ્વિત્ઝર્લેન્ડમાં હનીમૂન મનાવી રહી છે આ ટીવી એક્ટ્રેસ, પતિ સાથે કર્યું લિપલોક
Spread the love

બોલીવુડ- મી.રીપોર્ટર, ૨૫મી ઓગસ્ટ.

બોલીવુડ ની હોટ દીવા સુષ્મિતા સેનનો ભાઈ  રાજીવ સેન પોતાની પત્ની અને ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા પ્રી-હનીમૂન એન્જોય કર્યા બાદ ફરી એકવાર હનીમૂન માટે ઉપડી ગયા છે. હાલ સ્વિત્ઝર્લેન્ડમાં બંને  એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ  વિતાવી રહ્યા છે. 

This slideshow requires JavaScript.

સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન અને ચારુ અસોપા પોતાના સ્વિત્ઝર્લેન્ડ હનીમૂનની રોમાન્ટિક તસવીરો સતત ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહ્યા છે. તસવીરોમાં બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. રાજીવ અને ચારુને એકસાથે જોવા તે તેના ફેન્સ માટે પણ ઘણું એક્સાઈટિંગ છે. રાજીવ સેને પોતાના હનીમૂનની રોમાન્ટિક તસવીરોને રોમાન્ટિક કેપ્શન સાથે શેર કર્યું છે. રાજીવ સેને લખ્યું છે કે, ‘Romancing the Swiss mountains 🏔 with a passionate kiss 💋 #honeymoon #paradise #ilovemywife #myworld #zermatt’

અત્રે ઉલ્લેનીય છે કે, રિપોર્ટ્સ પ્રમાણે લગ્ન બાદ ચારુ પોતાના કમબેક પ્રોજેક્ટમાં પતિ રાજીવ સેન સાથે જોવા મળી શકે છે. Ullu એપ્લિકેશને ન્યૂલીવેડ કપલને પોતાની અપકમિંગ વેબ સીરિઝ માટે અપ્રોચ કર્યું છે. એક એક્ટર તરીકે બંનેનું ડિજિટલ ડેબ્યૂ હશે.  એક ઈન્ટરવ્યૂ દરમિયાન ચારુએ કહ્યું હતું કે, ‘હા, અમે બંનેને વેબ સીરિઝને ઓફર મળી છે. પરંતુ હજુ સુધી કંઈ નક્કી થયું નથી. રાજીવ વેબ સીરિઝ કરવા માગે છે, પરંતુ હું તેના પર વિચાર કરી રહી છું’.