મિ.રિપોર્ટર, ૧૧મી નવેમ્બર. 

મંદિરમાં  પ્રસાદ રૂપે સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળે ખરા ? આ પ્રશ્ન સામે સૌ કોઈ તરત જ ના પાડશે. જો તમે પણ આવ્યું કઈક વિચારતા હોવ તો થોભી જજો. કેમકે મધ્યપ્રદેશના રતલામમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં દર વર્ષે ધનતેરસ અને દિવાળીના દિવસે ભક્તોને પ્રસાદ રૂપે સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળે છે. 

પૌરાણિક મહાલક્ષ્મી મંદિરની માન્યતા એ છે કે, આ મંદિરમાં સાચી શ્રધ્ધાથી માતા લક્ષ્મી પાસેથી માંગવામાં આવે તો તે ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. આ ભાવના સાથે જ ભક્તો પોતાની ઈચ્છા પૂર્ણ થયા બાદ મહાલક્ષ્મી મંદિરમાં સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા ચઢાવે છે. આ ચઢાવેલા સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયાને ભક્તોને ધનતેરસ અને દિવાળીના દિવસે ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. મધ્યપ્રદેશના રતલામમાં આવેલા મહાલક્ષ્મી મંદિરને દર વર્ષે કરોડો રૂપિયાથી સજાવવામાં આવે છે. આ વર્ષે રૂપિયા ૧૦૦ કરોડથી સજાવવામાં આવ્યું છે. ..જુઓ..વિડીયો…..

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: