પ્રેગ્નેન્ટ હોવા છતાં કોરોનાના દર્દીઓની ખડેપગે સારવાર કરી રહ્યા છે આ નર્સ, સલામ છે.. વાંચો તમારું હ્રદય પણ ગદગદ થઇ જશે

www.mrreporter.in
Spread the love

આણંદ-મી.રિપોર્ટર , ૨૯મી એપ્રિલ.

રાજ્યમાં કોરોના નો કહેર છે. રાજ્યમાં મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે અને દર્દીઓને તો હોસ્પિટલમાં દાખલ થવા માટે કલાકો સુધી લાઈનમાં બેસી રહેવું પડી રહ્યું છે. દર્દીઓ ની સારવાર માટે છેલ્લા એક વર્ષ થી સતત  ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરા-નોન પેરામેડિકલ સ્ટાફ રાત-દિવસ જોયા વગર પોતાની ફરજ નિભાવી રહ્યો છે.

એમાય સૌથી વધુ તકલીફો મહિલા ડોક્ટરો અને નર્સોને સૌથી વધારે તકલીફ પડી રહી છે. કેમકે મહિલા ડોક્ટરો અને નર્સોને તેમના બાળકો તથા પરિવારને પણ સંભાળવાની ચિંતા હોય છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

આવામાં એક નર્સ છે જે પ્રેગ્નેન્ટ હોવા છતાં ખડેપગે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આ નર્સ નું નામ છે અંજલી પરમાર, જેઓ સોજીત્રા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે. અંજલી પરમાર ને  સવારની શિફ્ટ આપવામાં આવે કે રાતની ફરજ પર તરત જ હાજર થઈ જાય છે.અંજલી ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓની સેવામાં કાર્યરત રહેવાની સાથે રસીકરણની પણ કામગીરી કરી રહ્યા છે ત્યારે તેમની આ સંવેદનશીલતા અને હિંમતની ગ્રામજનો સરાહના કરી રહ્યા છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.