મુંબઈ-ક્રાઈમ, મિ.રિપોર્ટર, ૧૭મી મે. 

ટીવી સ્ક્રીન પર જસ્સી જૈસી કોઈ નહીં સીરીયલમાં પ્રખ્યાત થયેલાં અભિનેતા કરણ ઑબરોય સતત 11 દિવસથી જેલમાં છે. મહિલા જ્યોતિષી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં જેલના સળિયા ગણી રહેલા ટેલીવુડ સિરિયલના અભિનેતા કરણ ઑબરોયની મુશ્કેલીમાં વધારો થયો છે. કરણ ઑબરોયે જામીન અરજી કરી હતી પણ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે જેના લીધે હવે તેમને જેલમાં જ રહેવું પડશે.

મહિલા જ્યોતિષીની ફરિયાદના આધારે 6 મે ના રોજ કરણ ઑબરોયની ધરપકડ કરાઈ હતી. તે પછી તેને 3 દિવસ માટે રિમાન્ડમાં મોકલવામાં આવ્યો હતો. રિમાન્ડ બાદ અંધેરી કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યો હતો. જ્યોતિષી મહિલાએ ફરિયાદ કરી છે કે તેની સાથે અભિનેતા કરણે છેતરપિંડી કરી છે અને બાદમાં તેણી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. અભિનેતા કરણે જ્યોતિષી મહિલા પાસેથી પૈસા પણ પડાવ્યા હતા અને બાદમાં તેણીને બ્લેકમેઈલ કરવાની કોશિશ પણ કરી હતી.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: