બોલ્ડસિનથી ભરપૂર આ પાંચ ફિલ્મો પર છે પ્રતિબંધ, જોવા માટે આટલું કરો

www,mrreporter.in
Spread the love
 
બોલીવુડ- મિ.રિપોર્ટર, ૩૦મી એપ્રિલ. 

બોલીવુડમાં એવી ફિલ્મો પણ બની છે કે જેમાં ભરપુર બોલ્ડ સીન શૂટ કરવામાં આવ્યા છે. જેના લીધે તે ફિલ્મો સત્તાવાર રીતે ભારતમાં રીલીઝ થઇ નથી. આવી ફિલ્મો માત્ર બોલ્ડ સીન જ નહિ પણ તેના કન્ટેન્ટ, સંવાદ ના લીધે સેન્સર બોર્ડ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. છતાં પણ આવી ફિલ્મો હાલમાં Youtube અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમમાં ઉપલબ્ધ છે.  

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો…

કઈ પાંચ ફિલ્મો છે ? 

www.mrreporter.in

 

કામસુત્ર 3D

મહર્ષિ વાત્સ્યાયન દ્વારા રચિત ભારતનો એક ગ્રંથ કામશાસ્ત્ર  છે. આ ગ્રંથ પરથી એક ફિલ્મ બની છે તે છે કામસુત્ર 3D. વર્ષ 2013માં આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બોલ્ડસિનની તમામ મર્યાદાઓ આ ફિલ્મમાં તોડી નાંખવામાં આવી છે. એટલું જ નહીં આ ફિલ્મમાં ભરપુર હોટ સીન ફિલ્માવવામાં આવ્યા છે. સેન્સર બોર્ડ તરફથી પણ આ ફિલ્મને લીલી ઝંડી મળી નથી. આ ફિલ્મ જોવી હોય તો આ ફિલ્મ હાલમાં Youtube પર પ્રાપ્ય છે.
 

અનફ્રિડમ

 ફિલ્મ નિર્માતા રાજ કુમારની ફિલ્મ અનફ્રિડમ વર્ષ 2015માં રિલિઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં રહેલા હોટ અને બોલ્ડ સિનને કારણે સેન્સરબોર્ડે આ ફિલ્મના રિલિઝ પર પ્રતિબંધ જાહેર કરી દીધો. આ ફિલ્મ બે મહિલાઓના શારીરિક સંબંધો પર બનાવવામાં આવી છે. ફિલ્મમાં બંને મહિલાઓ દુનિયા ફરે છે અને કોઈ પણ પ્રકારની ચિંતા વગર સેક્સ માણે છે. આ ફિલ્મમાં અનેક બોલ્ડ સિન ઉત્તેજિત કરી દે એવા છે. આ ફિલ્મ માત્ર યુ ટ્યુબ પર પ્રાપ્ય છે.

પાંચ

 ફિલ્મનિર્માતા અનુરાગ કશ્યપની ફિલ્મ પાંચને પણ સેન્સર બોર્ડની પરવાનગી મળી નથી. એટલું નહીં કોઈ પણ ટીવી ચેનલ ઉપર પણ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ  21મી સપ્ટેમ્બર 2003માં રિલિઝ થવાની હતી, જોકે સમાજ માટે જોખમી હોવાનું કારણ આપીને ફિલ્મનું રિલિઝ અટકાવી દેવાયું. કેકે મેનન, આદિત્ય શ્રીવાસ્તવ, વિજય મૌર્ય અને તેજસ્વીની કોલ્હાપુરી જેવા કલાકારો આ ફિલ્મમાં છે. આ એક ક્રાઈમ એડલ્ટ ફિલ્મ છે.

બેન્ડિટ ક્વિન

 વાસ્તવિક ઘટના પર આધારિત બેન્ડિટ ક્વિન ફિલ્મને પણ સેન્સરબોર્ડનું ગ્રીન સિગ્નલ મળ્યું નથી. દલિત વર્ગની મહિલાની સમગ્ર કહાણી આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. જેની ઈજ્જત કેટલાક ઉચ્ચ વર્ગના લોકો લૂંટી છે શારીરિક શોષણ કરે છે. બેહદ બોલ્ડ રીત આ ફિલ્મમાં દુષ્કર્મના સિન શુટ કરવામાં આવ્યા છે. તેથી બોર્ડે આ ફિલ્મને કોઈ પ્રકારની મંજૂરી આપી નથી.

યુઆરએફ પ્રોફેસર

સેન્સર બોર્ડના ફટકાથી ફિલ્મનિર્માતા પંકજ અડવાણી પણ બચી શક્યા નથી. પંકજ અડવાણીની ફિલ્મ યુઆરએફ પ્રોફેસર પર બેન કરી દેવામાં આવી છે. વાંધાજનક સિનથી ભરપુર હોવાને કારણે જ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં શર્મન જોષીએ કામ કર્યું છે. આ સિવાય મનોજ પહવા અને અનંત માલી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પણ યુ ટ્યુબ પર પ્રાપ્ય છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.