ગુજરાતની આ રહી રહસ્યમય જગ્યાઓ, શું તમે આમાંથી કોઈ જગ્યા વિષે જાણો છો !

www.mrreporter.in
Spread the love

ગુજરાત-મી.રીપોર્ટર, ૨૦મી જુલાઈ. 

ગુજરાત વિવિધ જાત અને તેમની બોલી, ૧૬૦૦ કિલોમીટરનો લાંબો દરિયા માટે, સ્વાદિષ્ટ અવનવા ભોજન, નવરાત્રી, રથયાત્રા,  અવનવા રમણીય સ્થળો, શકિતપીઠ, વેપાર- ઉદ્યોગ અને પ્રેમ ભાઈચારા માટે  વિશ્વભરમાં જાણીતું છે. આના લીધે જ દર વર્ષે લાખો- કરોડો લોકો ગુજરાતના પ્રવાસે આવે છે. ટુરિસ્ટ  માટે ગુજરાત વધુ પ્રખ્યાત છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

જોકે હજુ પણ એવા સ્થળો છે કે, ટુરિસ્ટ જ નહિ પણ ગુજરાતમાં વસતા લોકોમાં પણ એ સ્થળો અને ત્યાની ચમત્કારિક જગ્યા વિષે બહુ ઓછા લોકોને જાણ છે. આવા ચમત્કારિક સ્થળો અને ગુજરાતની મિસ્ટેરીયસ પ્લેસીસ વિષે આપણે જાણીએ…

તુલસીશ્યામ : 

www.mrreporter.in

આ જગ્યા અમરેલી જીલ્લામાં આવેલી છે. તુલસીશ્યામ નામની જગ્યા ‘ગરમ પાણી નો કુંડ’ માટે વિશ્વવિખ્યાત છે. પરંતુ, અહી હવે એક નવું રહસ્ય જોડાઈ ગયું છે. તુલસીશ્યામ થી ફક્ત ૩ કિલોમીટર દુરના રસ્તા પર એક એવો રોડ છે જેની ખાસીયત એ છે કે, જો તમે ઢાળ આવે ત્યારે ગાડીને બંધ કરી દો તો તે ગાડી નીચે આવવાની જગ્યાએ ઉપરની તરફ ચાલવા માંડે. ફક્ત આટલું જ નહિ જો તમે આ રસ્તામાં પાણી નાખો તો પણ નીચે આવવાની જગ્યાએ ઉપર જશે. તુલસીશ્યામ નો આ રસ્તો એટલો બધો ફેમસ થઇ ગયો છે કે અહી સેકડો પર્યટકો મુલાકાત લેવા માટે આવે છે.

કાળો ડુંગર : 

www.mrreporter.in

તુલસીશ્યામના રોડની જેમ આ જગ્યા પણ જાદુઈ છે. આ કચ્છનો સૌથી ઉંચો ડુંગર છે. અહીના રસ્તાની ખાસીયત એ છે કે ઢાળથી ઉતરતા સમયે અચાનક જ ઝડપ વધવા માંડે છે. એવું લાગે કે નીચીને તરફથી કોઈ શક્તિ આપણને ખેંચી રહી છે. માત્ર આટલું જ નહિ રસ્તાનો ઢાળ ચડતા સમયે પણ ગાડીની ઝડપ વધવા લાગે છે. સામાન્ય રીતે ઢાળની ઉપર ચઢવાથી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. પરંતુ, આ રહસ્યમય જગ્યા કઈક ઉલટી જ છે.

અમદાવાદની સિદી બશીર મસ્જિદ – ‘ઝૂલતો મીનાર’ : 

www.mrreporter.in

અમદાવાદ સ્થિત સિદી બશીર મસ્જિદને લોકો ‘ઝૂલતો મીનાર’ ના નામે પણ ઓળખે છે. આ મસ્જિદની ખાસીયત એ છે કે અહી કોઇપણ એક મીનારને હલાવવાથી બીજી મીનાર પોતાની જાતે જ હલવા લાગે છે. તેથી આ મસ્જિદની મીનારને ‘ઝૂલતી મીનાર’ પણ કહેવામાં આવે છે. અહી ઝૂલતી મીનારનું રહસ્ય આજે પણ છે. કેટલાક સાઈન્ટીસ્ટ નું કહેવું છે કે આખરે આવું કેવી રીતે શક્ય બને કે એક મીનારને હલાવવાથી બીજી મીનાર આપમેળે જ હલવા લાગે. આ મિસ્ટ્રીને સોલ્વ કરવા માટે યુકે (બ્રીટન) થી ધણા બધા એન્જિનિયર્સને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ, તેમની કોશિશ નાકામ રહી.

નગારીયો પહાડ : 

www.mrreporter.in

જૂનાગઢ સ્થિત પવિત્ર ગિરનારની બાજુમાં જ ‘દાતાર’ નામનો પર્વત છે, જેના નગારીયા પથ્થર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પહાડના પથ્થરની ખાસીયત એ છે કે આની ઉપર કઈ વસ્તુ અથડાય તો નગારા વાગતા હોય તેવો અવાજ આવે છે. આ સ્થળ જૂનાગઢથી માત્ર ૨ કિલોમીટરના અંતરે છે.

ચમત્કારી પથ્થર : 

www.mrreporter.in

આ પથ્થર પણ નગારીયો પહાડના પથ્થર જેવો છે. આ પથ્થર અમરેલી જિલ્લામાં બાબરા શહેરથી 7 કિમી દૂર કરીયાણા ગામમાં એક આકર્ષક પહાડી પથ્થર છે. આ પહાડી પથ્થરની ખાસીયત એ છે કે અહી ઘણા બધા એવા પથ્થર છે જેને ઠપકારવાથી ઝાલરનો રણકાર ઉત્પન્ન થાય છે. આ પહાડીમાં ગ્રેનાઈટના પથ્થરો ઓછા છે. આ પથ્થરોની સાથે એક ધાર્મિક માન્યતા એવી જોડાયેલ છે કે, અહી પ્રાચીન સમયમાં એક વાર ‘સ્વામિનારાયણ ભગવાન’ પધાર્યા હતા. કહેવાય છે કે તેમણે પૂજા દરમિયાન અહીના પથ્થરોને ઘડિયાળની ઘંટીના સ્વરૂપે ઉપયોગ કર્યો હતો.

સાપુતારા પાસે નો ગીરા ધોધ : 

www.mrreporter.in

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ અને ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન. સાપુતારા ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલું સ્થળ છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી ૩૦ ડીગ્રીની ઉપર નથી જતો. ગુજરાતમાં હવા ખાવા માટેનું એકમાત્ર સ્થળ સાપુતારા છે. સાપુતારાથી થોડે દુર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.