દેશમાં ખેડૂત, હિંસા, બેકારી જેવા મુદ્દે ચર્ચા થતી જ નથી, માત્ર હાર્દિક પંડ્યાની થાય છે, તે ખોટું છે : અભિનેત્રી સ્વરા ભાસ્કર

Spread the love

વડોદરા, મિ.રિપોર્ટર, ૧૮મી જાન્યુઆરી.

આપણા દેશમાં ખેડૂતો, હિંસા અને બેકારી સહિતના ઘણા મુદ્દા છે. જેના વિશે વાત જ થતી નથી. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલના વિવાદ અંગે ચર્ચા થાય છે.  આવી વિવાદિત વાતોને વધુ મહત્વ અપાય છે. તે ખુબજ ખોટું છે. જો તેના વિવાદની વાત કરીએ તો  હાર્દિકે છીછોરી વાત કરી છે. શરીફાઇની વાત કરી નથી. પરંતુ વલ્ગર વાત કરવી ક્રાઇમ થોડો છે ? મહિલાઓ બસમાં મુસાફરી કરતી હોય છે, ત્યારે પણ લોકો ગાળો બોલતા હોય છે, ત્યારે કેમ કોઇ લડવા જતુ નથી. તેવો વેધક પ્રશ્ન બોલિવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે શહેરમાં આજથી શરુ થયેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં જણાવી હતી. જરાત લિટરેચર ફેસ્ટિવલના પ્રથમ દિવસે બોલિવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કર અને સ્ક્રીપ્ટ રાઇટર અજુંમ રજબઅલીએ સમાજમાં ફિલ્મોના પ્રભાવ વિષય પર ચર્ચા કરી હતી.

ઇન્ટરનેટ, સોશિયલ મીડિયામાં લોકો મને ગાળો બોલે છે, ટ્રોલ કરે છે, તો પણ સહન કરવુ પડે છે. પરંતુ મને અનુભવ એટલા બધા થયા છે કે, હવે બધુ સહન કરવાની શક્તિ મળી ગઇ છે. હવે જાડી ચામડી થઇ ગઇ છે એમ સ્વરા ભાસ્કરે તમે વિવાદ વચ્ચે કરિયર કેવી રીતે જાળવી રાખો છે તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું. તેણે વધુમાં ઉમેયું હતું કે,  સમાજમાં ગાળ બોલ્યા વગર વાત જ થતી નથી. 

હું સ્ક્રીપ્ટ લખી રહી છુ એમ જણાવતાં સ્વરાએ ઉમેર્યું હતું કે, તેના પર ફિલ્મ બનાવીશ. હું વડોદરા પ્રથમ વખત આવી છું. વડોદરા અને ગુજરાતની સંસ્કૃતિ સારી છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના પ્લેટફોર્મ પર વિચારોની આપ-લે થાય છે.