બોલીવુડ- મી.રિપોર્ટર, ૨૭મી એપ્રિલ.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મી ટુ સંદર્ભે અવાજ ઉઠાવનારી સ્ત્રી કલાકાર સેક્સ્યુઅલી એબ્યુસ થયેલી છે. ૭૦ ટકા સ્ત્રીઓ ની ફરિયાદ સાચી છે. જોકે તે પછી મી ટુ હેઠળ થયેલી ફરીયાદો માં મોટાભાગની સ્ત્રી કલાકારો એ બહેતી ગંગા માં હાથ ધોઈ ને વિવાદ ને ચગાવ્યો છે એમ બોલીવુડ ના જાણીતા અભિનેતા અને સિંગર એંકર અન્નુ કપૂરે અત્રે જણાવ્યું હતું.
વડોદરામાં એક મ્યુઝિકલ શો કરવા માટે આવેલા જાણીતા અભિનેતા અન્નુ કપૂરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દેશનું પ્રજાતંત્ર હજુ કે.જી કક્ષાનું છે. એટલે કે બાલવાડી કલચરનું છે. એટલા માટે જ દરેક લોકો નાની નાની વાતમાં આક્ષેપબાજી પર ઉતરી આવે છે. આ કલ્ચર ને પરિપકવ કરવાની જરૂર છે. જ્યાં સુધી તે પરિપકવ નહિ થાય ત્યાં સુધી આ સમસ્યા સર્જાતી રહેશે.
દેશના રાજકારણમાં ઘણા અભિનેતાઓ આવી રહ્યા છે, તેને કેવી રીતે જુઓ છો ? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, રાજકારણમાં દરેક નું સ્વાગત છે. કલાકારો વોટ માંગી ને જીત્યા બાદ પ્રજાલક્ષી કામ કરે તે પણ તેટલું જ જરૂરી છે…