શ્રીનાજી દર્શન કરવા ગયેલા ઇન્ટરીયર ડિઝાઇનરના ઘરમાંથી ડોલર, પાઉન્ડ સહિત રૂપિયા 2.92 લાખની ચોરી

પાસપોર્ટ, સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી

 ક્રાઇમ- વડોદરા, 12મી ઓગસ્ટ, મિ.રિપોર્ટર.

 શ્રીનાજી દર્શને ગયેલા ઇન્ટરીયર ડિઝાઇનરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી ડોલર, પાઉન્ડ અને રોકડ સહિત રૂપિયા 2.92 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુખ્ય દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ

 મળેલી માહિતી પ્રમાણે એમ.જી. રોડ નરસિંહજીની પોળમાં ભાણીશેરીમાં રહેતા દક્ષેશભાઇ રમણભાઇ શાહ ગત તા.10મીના રોજ પત્ની સાથે શ્રીનાથજી દર્શન કરવા માટે ગયા હતા. દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, 250 ડોલર, 150 પાઉન્ડ તેમજ રોકડ મળી કુલ્લે રૂપિયા 2,92,000નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.

નરસિંહજી પોળમાં ચકચાર જગાવી

શ્રીનાથજીથી પરત ફરેલા દર્શનભાઇ શાહે આ અંગેની જાણ સીટી પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. અને અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ બનાવે નરસિંહજી પોળમાં ચકચાર જગાવી મૂકી હતી.

Leave a Reply