વડોદરા, મિ.રિપોર્ટર, ૨૧મી જાન્યુઆરી. 

 શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારે ચોરીનો પ્રયાસ થયો હતો. આ સમગ્ર ઘટના મંદિરના CCTVમાં કેદ થઇ ગઇ હતી. 

પ્રાપ્ત વિગતો મુજબ, નિઝામપુરામાં બસ ડેપોની પાછળ આવેલા મહાદેવ મંદિરમાં સવારે એક ચોર ઘૂસ્યો હતો. આ ચોરે મંદિરના દરવાજાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દરવાજો તૂટ્યો ન હતો. જેથી ચોરી થઇ નહોતી. પરંતુ તેના ઈરાદા અને પ્રયાસની ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. આ ઘટનાની જાણ થતા જ ફતેગંજ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ચોર અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: