મૅકડોનલ્ડસ્ રેસ્ટોરન્ટમાંથી લીધેલી ફેન્ચ ફ્રાઈસ માંથી મરેલી જીવાત મળી : મેનેજરે મચક નહિ આપતાં ફૂડ વિભાગને ફરિયાદ, નોટીસ ફટકારી…જુઓ વિડિયો..

હેલ્થ – મી.રિપોર્ટર, ૨૧મી જૂન.

શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી મૅકડોનલ્ડસ્ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકે ખરીદેલી ફેન્ચ ફ્રાઈસ માંથી મરેલી જીવાત મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. ફેન્ચ ફ્રાઈસ માંથી મળેલી જીવાત અંગે જ્યારે ગ્રાહકે રેસ્ટોરન્ટ ના મેનેજર ને બતાવી ને ફરિયાદ કરી તો મેનેજર પોતાના હાથ અધ્ધર કરી દેતાં જ અકળાયેલા ગ્રાહકે VMC ના ફૂડ ઇન્સ્પેકટર ને બોલાવી ને ફરિયાદ આપતાં આખરે ફૂડ વિભાગે મૅકડોનલ્ડસ્ રેસ્ટોરન્ટ અને તેના મેનેજર ને નોટિસ ફટકારી હતી.

વિશ્વની જાણીતી ફૂડ ચેઈન રેસ્ટોરન્ટ મૅકડોનલ્ડસ્ માં પીરસતાં ફૂડની ગુણવત્તા ને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આજે શહેરના બિઝનેસ મેન હાર્દિક અગ્રવાલ પોતાના મિત્ર સાથે શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી મૅકડોનલ્ડસ્ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. તેમણે ત્યાં બે ફેન્ચ ફ્રાઈસ અને બર્ગર લીધી હતી. તેઓ ફેન્ચ ફ્રાઈસ ખાઈ રહ્યા હતા ત્યારે તેમના મિત્રની નજર એક ફેન્ચ ફ્રાઈસ પર પડી હતી. જેમાં મરેલી જીવાત હોવાનું લાગ્યું હતું. ફેન્ચ ફ્રાઈસને હાથમાં નજીકથી જોતા જીવાત જણાઈ આવતાં જ તેમણે મેનેજર ને બોલાવીને જાણ કરી હતી. જોકે મેનેજર કોઈ વધારે રિસ્પોન્સ ન આપતાં તેમણે મીડિયામાં જાણ કરીને VMC ના ફૂડ ઇન્સ્પેકટર ને ઘટના સ્થળે બોલાવી મૅકડોનલ્ડસ્ રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આ ફરિયાદ બાદ ફૂડ ઇન્સ્પેકટરે મૅકડોનલ્ડસ્ રેસ્ટોરન્ટ અને તેના મેનેજર ને નોટિસ ફટકારી હતી. આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.

આ ઘટના અંગે ભોગ બનનાર હાર્દિક અગ્રવાલે ” મી.રિપોર્ટર ” સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આટલી મોટી રેસ્ટોરન્ટ આવી ભૂલ કેવી રીતે કરી શકે. ગુણવત્તા તો ચોક્કસ પણે જાળવવી જ જોઈએ. મરેલી જીવાત મરેલી નરી આંખે જોઇ શકાય છે તેમ છતાંય રેસ્ટોરન્ટ ના મેનેજર તેને ગંભીરતા થી લેતા નથી. આ તો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે.

Leave a Reply