ઈઝરાયલની જ્વેલરી કંપનીએ તૈયાર કરેલું દુનિયાનું સૌથી મોંઘું હીરાજડિત માસ્ક, જાણો તેની કિંમત ?

www.mrreporter.in
Spread the love
 
બિઝનેસ- મી.રિપોર્ટર, ૧૮મી ઓગસ્ટ. 
 
વિશ્વમાં કોરોના મહામારીનો ખતરો ટાળ્યો નથી. કોરોનાની બદલાયેલી પેટર્ન ના લીધે  WHO, મેડિકલ સંસ્થાઓ, હેલ્થ ડિપાર્ટમેન્ટ વગેરે દ્વારા નવા નવા અપડેટ આપવામાં આવી રહ્યા છે. આવામાં લોકો કોરોના વાઈરસથી બચવા માટે નીતનવા માસ્ક ખરીદવા લાગ્યા છે. આ ચલણને જોતા  ઈઝરાયલની જ્વેલરી કંપની Yvel in Motzaએ દુનિયાનું સૌથી મોંઘું માસ્ક તૈયાર કર્યું છે. ગોલ્ડ (સોનુ) આધારિત આ માસ્ક હીરાજડિત છે.
 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
ઈઝરાયલની જ્વેલરી કંપની Yvel in Motza એ તૈયાર કરેલા  આ માસ્કમાં 18 કેરેટ વ્હાઈટ ગોલ્ડ છે અને તેમાં 3600 વ્હાઈટ અને બ્લેક ડાયમંડ (હીરા) સજાવવામાં આવ્યા છે. જેમાં સૌથી ઉચ્ચ ગુણવત્તાના N99 ફિલ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે. ખરીદદારની ડિમાન્ડ અનુસાર આ માસ્ક તૈયાર કરવામાં આવ્યું છે.જ્વેલરી કંપની Yvel in Motza  દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ માસ્કનો ઓર્ડર આપનાર વ્યક્તિની બસ એક જ ડિમાન્ડ હતી કે આ દુનિયાનું સૌથી મોંઘું માસ્ક હોય. આ ડિમાન્ડ ને પૂરી કરવા માટે અમે આ માસ્કમાં વધુ હીરા જડ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે આ માસ્ક  ખરીદનાર વ્યક્તિ ચાઈનીઝ બિઝનેસમેન છે જેઓ અમેરિકામાં રહે છે. આ માસ્ક તૈયાર થયા બાદ તેની કિંમત 1.5 મિલિયન ડોલર્સ થઈ, જેની ભારતીય મુદ્રામાં  કિંમત આશરે રૂપિયા 11 કરોડ 26 લાખ થાય છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.