વડોદરાની મહિલાએ મિસિસ ઇન્ડિયા દિવાસ યુનિવર્સ 2021નું ટાઇટલ જીત્યું

www.mrreporter.in
Spread the love

વડોદરા-મી.રિપોર્ટર, 6 ઠ્ઠી ફેબ્રુઆરી

વડોદરાનું નામ વધુ એકવાર ચમક્યું છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રહેતી પરણિતા સોનલ ઠાકુરે મિસિસ ઇન્ડિયા દિવાસ યુનિવર્સ 2021નું ટાઇટલ જીત્યું છે. 

www.mrreporter.in

મૂળ પ્રોફેશનલ મેક-અપ આર્ટિસ્ટ અને હવે બ્યુટી ક્વિન સોનલ ઠાકુરે મિસિસ ઇન્ડિયા દિવાસ યુનિવર્સ 2021 માં ભાગ લીધો હતો.  ગોવામાં જાન્યુઆરી મહિનામાં યોજાયેલા મિસિસ ઇન્ડિયા દિવાસ યુનિવર્સ 2021માં શહેરના પ્રોફેશ્નલ મેક-અપ આર્ટિસ્ટ સોનલ ઠાકુરે આ ટાઇટલ જીત્યું છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ગ્રાન્ડ ફિનાલેમાં મિસ, મિસિસ ટાઇટલ જીતવા માટે 22 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. હાલમાં સોનલ ઠાકુર વડોદરામાં ભરત નાટ્યમ શીખવાની સાથે-સાથે પીએચડી કરે છે. તેમણે પોતાના પ્રોફેશનલ મેક-અપ આર્ટિસ્ટ કૌશલ્યો બદલ ગોલ્ડ મેડલ્સ પણ જીત્યાં છે. ગત વર્ષે તેમણે મિસિસ બેસ્ટ ફેશન આઇકોન અને મિસિસ ઇન્ડિયાનું ટાઇટલ પણ જીત્યું છે.

આ સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતાં સોનલ ઠાકુરે જણાવ્યું હતું કે, મિસિસ ઇન્ડિયા દિવાસ 2021નું ટાઇટલ મેળવવા બદલ હું અત્યંત ખુશી અનુભવું છું. મારી સિદ્ધિમાં મારા પતિ અને પરિવારજનોના સહયોગ બદલ હું તેમની આભારી છું.

વડોદરાની અનેક પરણિતા પણ ટેલેન્ટેડ છે, પણ લગ્ન બાદ તેમને પરિવાર તરફથી સપોર્ટ નથી મળતો કે યોગ્ય માર્ગદર્શન નથી મળતું ? આવી મહિલાએ આવી સ્પર્ધાઓમાં ભાગ લેવો હોય તો તેવી મહિલાઓને શું માર્ગદર્શન આપશો ? આ પ્રશ્નના ઉત્તરમાં સોનલ ઠાકુરે જણાવ્યું હતું કે, 

કોઈ પણ સ્પર્ધા માટે સૌ પ્રથમ ટેલેન્ટ જરૂરી છે, ટે બાદ તેને સાકાર કરવા માટે પરિવારજનો અને મિત્રો no સપોર્ટ બહુ જ જરૂરી છે. મારી જેવી અન્ય મહિલા પણ જીવનમાં આગળ આવીને પોતાના શોખ ને કારકિર્દી બનાવી શકે તે માટે હું એક એકેડમી પણ ખોલવાની છુ, કે જ્યાં તેઓ તાલીમ લઇ શકે. 

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.