અમદાવાદ, મિ.રિપોર્ટર, ૯મી માર્ચ

શહેરના બોપલ વિસ્તારમાં રહેતા અને કાપડનો ધંધો કરતા એક વેપારીને પત્નીના પ્રેમીએ ઘરમાં ઘૂસીને ફટકાર્યા બાદ મારે તારી પત્ની સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ છે, અને જો તું આડો આવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ખુદ પતિએ પત્નીના પ્રેમી સામે નોધાવી છે. પતિની ફરિયાદ બાદ બોપલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં રહેતા અને કાપડનો ધંધો કરતા એક વેપારી 3 માર્ચના રોજ  ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની ફોન પર કોઈકની સાથે વાત કરી હતી. જોકે, વેપારી પતિને જોતા જ પત્નીએ અચાનક ફોન કાપી નાખ્યો હતો,  જેનાથી વેપારી પતિને શંકા ગઈ હતી. વેપારી પતિએ ફોન અંગે પૂછતા પત્નીએ પોતાના ફ્રેન્ડ સાથે વાત કરી રહી હોવાનું કહી વચ્ચે માથું ન મારવા કહ્યું હતું, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ પોતાના પ્રેમીને ફોન કરી ઘરે બોલાવી લીધો હતો. જ્યાં પત્નીના પ્રેમીએ વેપારી પતિ સાથે મારામારી કરી હતી, એટલું જ નહિ પણ  જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘરમાં ઝઘડો થતા જ આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા, જ્યાં પત્નીના પ્રેમીએ તેમની સાથે પણ મારામારી કરી હતી. પોલીસે આ મામલે વસ્ત્રાપુરમાં રહેતા પત્નીના પ્રેમી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ,મારામારીની ઘટના બાદ પોતાનું બહાર અફેર ચાલતું હોવાનું પત્નીએ કબૂલ્યું હતું, પરંતુ સાથે જ પત્નીએ પતિને એવી ધમકી પણ આપી હતી કે જો તે આ સંબંધોને રોકશે તો પોતે તેને ઘરેલુ હિંસાના કેસમાં ફસાવી દેશે. 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: